કાગળ ની કાયા છતાં પણ આભને આંબવા નીકળ્યો.
ખરેખર માણસ આ પતંગ તારાથી પણ બહાદુર નીકળ્યો.
તું જન થોડી નિષ્ફળતા થી ખુદનાં જીવ ને જ મારવા નીકળ્યો
પતંગે માની ના હાર અઢળક યોધ્ધાઓથી લડીને આભલે ચડવા નીકળ્યો,
તું શીદને પડ્યા પછી પછડાટ અનુભવતો, ઉભો થવાનું નામ ના દેતો,
આ પતંગ ક્યારેક નીચે પડ્યો, પ્રયત્નથી ઉંચે ઉઠીને સ્થિરતા દેતો.
પવનનાં સુસવાટા થી ના ડરીને અનંત સફરે નીકળ્યો,
મંઝીલની તો તેને ખબર નથી બસ એ ફકીર થઈને નીકળ્યો.
બાળથી લઈને મોટેરાં ને આભમાં રહીને ગાલો પર ખુશી આપવા નીકળ્યો.
અંત આવ્યો છે, જ્યારે રૂડાં પતંગનો ત્યારે અનંતના સફરે નીકળ્યો.