Gujarati Quote in Book-Review by પરમાર ક્રિપાલ સિંહ

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

पितामह भीष्म अने मकरसंक्राती

રાત્રી નો બીજો પહોર છે...
આરતી નો પ્રસાદ લઈ ને સૈનિકો પોતપોતાના તંબુ મા જઈ ચુક્યા છે...
પણ,શાંત રાત્રી નથી ક્રૂર રાત્રી છે..
યુધ્ધ ના મેદાન ની રાત્રી છે..
ક્યાંક થી,ત્રમ..ત્રમ..ત્રમ..તમરા બોલી રહ્યા છે,કોઈ ઠેકાણે થી કીકીયારીઓ સંભળાઈ રહી છે,કોઈ ઠેકાણે થી કણસવાના અવાજ આવી રહ્યા છે....ક્યાંક થી ઊંહકારા સંભળાતા'તા..
કોઈ ઠેકાણે ઘુરરરાટી સંભળાતી હતી..

આવી રાત્રી મા,એક મોભાદાર અને તેજસ્વી પુરુષ,હાથ મા ચાબુક લઈ અને, તંબુ ના ચક ને આઘા કરી ને..તંબુએ તંબુ એ જોઈ રહ્યો છે..

અમુક તંબુ મા કોઈ પોતાની સમશેર ને સમીનમી કરી રહ્યા છે...અમુક તંબુ મા કોઈ દંડબેઠક કરી રહ્યા છે...કોઈ પોતાના તીર સજાવી રહ્યા છે..એક તંબુ મા જોયુ તો..
એક પુરુષ..... ડાબા પડખે...
ડાબા હાથ ના ઓશીકે..
જમણા નિતંબ પર હાથ રાખી સુઈ રહ્યો છે.
પણ,એની નાસીકા ના વાયુ થી બાજુ મા પડેલુ વસ્ત્ર હલી રહ્યુ છે..એટલી ગાઢ નિંદ્રા મા સુતો છે.
બાજુ મા આવી.... આ પુરુષે...હાથ મા રહેલી ચાબુક જ્યા મસ્તક થી છાતી સુધી ફેરવી...
ચાબુક ના હલન ચલન ને માત્ર કંપન થી
એકદમ..ત્વરા થી આગંતુક પુરષ નો હાથ સુતેલા પુરૂષે પકડી લીધો...હાથ હાથ મા આવ્યો..સ્પર્શ થયો..બસ પછી સુતેલા પુરુષ ને આંખ ખોલવાની જરૂર નહોતી..
એમ જ બંધ આંખે ઊદ્દગા સરી પડ્યા..
"માધવ...!!"

"હા પાર્થ...શુ કરી રહ્યો છો...?"
"આજ મને ઊંઘ આવે છે"
"તને સમાચાર મળ્યા...?"
"હા..."
"કાલે મૃત્યુ છે.."
"મૃત્યુ તો રોજ હોય છે..કેશવ,કોનું એ મને નથી ખબર..એ તમને ખબર"
"ક્યા સુધી સુઈશ..?"
"જ્યા સુધી આપ જાગો છો.."
આ સંવાદ હતો કુરુક્ષેત્ર ના નર અને નારાયણ નો..
ભગવાન કૃષ્ણ અને અર્જુન નો..

અને બીજી બાજું કૌરવ સેના મા એક બુઢ્ઢો...પોતાના અસ્ત્ર શસ્ત્ર ને જોઈ રહ્યો છે...મન મા કંઈક મનસુબા ઘડી રહ્યો છે..
એને યાદ આવે છે..મધુસુદન કૃષ્ણ ના વેણ..
"આ યુધ્ધ મા હું તો હથીયાર પણ નથી લેવાનો"
અને એજ ઘડીએ આ બુઢ્ઢા ભીષ્મે મનોમન નક્કી કર્યુ હતુ કે,કૃષ્ણ...તને જો હથીયાર ન લેવડાવુ તો હું ગંગા નો દિકરો નઈ..

એણે પોતાના સારથી ને સાદ દીધો...
"મારો રથ તૈયાર કરો.."
અચંબીત ચહેરે સારથી કહે..
"મહારાજ...!!હજુ તો રાત નો બીજો પહોર છે...યુધ્ધ તો સવારે છે"
"હા...પણ સામે પક્ષે જો જાગતા હોય તો આપણે પણ જાગતા રહેવુ પડે...અને કાલે મારા રથ ને પાંચાળ ના અશ્વ જોડજો...કાલ નુ યુધ્ધ,એવુ હશે કે,બેઈ પક્ષ ના કવિ ઓ પણ કદાચ વર્ણવી નઈ શકે....જાગતા રે'જો અને સંપૂર્ણ તૈયારી રાખજો.."
આટલુ કહી ભીષ્મ પોતાના તંબુ ગયા..

બીજા દિવસે સુર્યોદય થતા બંને પક્ષ ના યોધ્ધા સામસામે ગોઠવાવા લાગ્યા...રથ ના પૈડાઓ ધુળની ડમરીઓ ઊડાડવા લાગ્યા...ઘોડા ઓ ની હાવળો સંભળાવા લાગી..
ગજરાજો ના સીંકોટા થવા લાગ્યા...
હથીયારો ની સનસનાટી બોલવા લાગી..
કુરુક્ષેત્ર સજ્જ થવા લાગ્યુ..
પોતાના રથ પર સજ્જ થયેલો અર્જુન..સારથી કૃષ્ણ ને જોઈ રહ્યો છે..

પોતાના એજ મધુર સ્મિત સાથે કૃષ્ણ એ અર્જુન ને કહ્યુ..
"પાર્થ...!! આજ તારી કલા બતાવવાનો દિવસ છે,યુધ્ધ ના જે ચાર દિવસો ગયા એતો શરુઆત હતી...પણ આજે પિતામહ ભિષ્મ મનમા કંઈક નક્કી કરી ને આવે છે..
અને તને કહી દઊ..પાર્થ..! કુરુક્ષેત્ર ના અઢાર અક્ષોહીણી મા એનો સામનો કરી શકે એવો કોઈ યોધ્ધો નથી...ખુદ તું પણ નહીં...એ સાચો રાજપૂત છે એક વિરવર યોધ્ધો છે"
"તો હું સાચો રાજપૂત નથી....માધવ..?"
"આપણે બંને રાજપૂત છીએ...પણ વિરવર નથી...ધર્મવિર છીએ..અને એ તો ધર્મવિર અને વિરવર બંને છે.."

અને શંખ ફુંકાણા..ધણ..ણ...ણ..ણ..
પાંચજન્ય ફુંકાણો..દેવદત્ વાગી ચુક્યો..ધનંજય વાગ્યો..
અને પિતામહ ભીષ્મ એક્સો ને પંચોતેર વર્ષ ની ઉંમરે..મા ગંગા નુ નામ લઈ...
અને ભાથા મા થી તીર ખેંચ્યુ...ખેંચતા તો દિગ્ગપાળો ના હાથ મા થી ધરતી ના છેડા છુટવા લાગ્યા...આખી પૃથ્વી ના પડ..થડક ઉથડક..થડક ઊથડક..થવા લાગ્યા...
અને ઘોડા છુટ્યા બાકાજીક....બાકાજીક...
રળતાળ મચી ગયુ...
તીર ના વરસાદ વરસવા લાગ્યા...
મારો...મારો...એલી..એલી...થવા લાગ્યું...
બરાબર સુર્યનારાયણ મધ્ય મા આવ્યા...
ને,અર્જુન ની સીચ સંભળાણી..
"કનૈયા.........!!"
"અર્જુન.....!! શુ થયુ...?"
"જીત...જીત..દેખું તીત...તીત...ભીષ્મ હૈ...
આખા કુરુક્ષેત્ર મા જ્યાં...જ્યા નજર કરુ છું...ત્યાં પિતામહ ભીષ્મ સિવાય કશુ દેખાતુ જ નથી...."
યુધ્ધ ની કીકીયારી ઓ મા અર્જુન અને કૃષ્ણ મોટે અવાજે સંવાદ કરી રહ્યા છે..કૃષ્ણ એ કહ્યુ..
"તીર નો મારો ચલાવ..."
"કેમ તીર ચલાવુ કેશવ...! બાન રેવે પાન મે પખોવા રેવે માન મે આજે પિતામહ એટલી તીવ્રતા થી મારો ચલાવે છે કે..મને રથ માથી નજર કરવા દેતો નથી...અને હજુ તો હું તીર ચલાવુ ત્યા એનુ તીર આવી જાય છે...ભાથા મા થી મને તીર કાઢવા દેતો નથી...આ બુઢ્ઢાએ આજ રણમેદાન કબ્જે કર્યુ છે..."
કૃષ્ણ એ જ્યા જોયું...
ત્યા....પિતામહ ભીષ્મ..મોઢા મા ઉઘાડી સમશેર...હાથ મા પોતાનુ ઘનુષ...અને આ વયોવૃધ્ધ પુરુષે પીંજણી(રથ માથી ઉતરવાનુ પગથીયુ) ઊપર પગ દીધો...
પેંજની પે દીયો પગ પેંજની હલાય દીની..
પણ,એટલા ક્રોધવંત થઈ ને પગ દીધો કે...પીંજણી ના કટકા થઈ ગયા...અને એનો ધમંકો આખા કુરુક્ષેત્ર ને ગજાવી ગયો..
ધનુષ મુકી ને તલવાર લઈ ને ભીષ્મ જ્યા અર્જુન ના રથ તરફ દોડ્યા...
ત્યા તો વાસુદેવ કૃષ્ણ ને પણ સાવધાન થવુ પડ્યુ...
રથમા થી કુદી ને,યુધ્ધ ના મેદાન મા પડેલા એક રથ ના પૈડા પોતાનુ સુદર્શન ચક્ર બનાવી..
ચૌદ ભુવન નો નાથ,ચક્રધારી કૃષ્ણ..કોઈ ભુખ્યો સિંહ જેમ પોતાના શિકાર તરફ જાય..એમ ઘસી ગયો...
અને જ્યા પોતાના શિકાર પર દ્રષ્ટ્રિ નોંધી...

ક્રોધ ની તમામ જ્વાળા ઓ સંકેલી ને શાંત મુદ્રા મા પિતામહ ભીષ્મ કાનુડા સામે જોઈ ને..મરક..મરક હસી રહ્યા છે..

મનોમન જાણે કે કહી રહ્યા છે..કેમ વાસુદેવ..તારી પ્રતિજ્ઞા તોડાવી ને...!!

મિત્રો આવા આપણા મહારથીઓ હતા જે ખુદ ઈશ્વર ને પણ ભારે પડી જાય...
જરા વિચાર કરો..એક્સો પંચોતેર વર્ષ નો એ બુઝુર્ગ ત્યારે કેવો રૂડો લાગ્યો હશે...

હમણા જ મકરસંક્રાંતિ આવશે..
એજ દિવસે આ મહાન યોધ્ધાએ પ્રાણ છોડ્યા હતા.
નવ દિવસ સુધી માતાજી ના ગરબા ની જેમ વિંધાઈ ગયેલા એ ભીષ્મ પિતામહે...કુરુક્ષેત્ર મા,તીરો ની પીડા સહન કરી ને પોતાના પ્રાણ ટકાવી રાખ્યા હતા..
એ પણ,ધર્મ અને સંસ્કૃતિ માટે જ ટકાવ્યા હતા...
એની પ્રતિજ્ઞા હતી કે મારા રાષ્ટ્ર ને ચારેબાજુ થી સુરક્ષીત ન જોવ ત્યાં સુધી પ્રાણ નહીં છોડું...

આવા મહાન ચરિત્રો આપણા દેશ મા થયા છે...છતા,મકરસંક્રાતિ ને દિવસે આપણે એને યાદ નહી કરીએ...
પણ,માત્ર ચાર ખીલા ઠોકવામા આવેલા એવા ઈસુ ના મરણદિવસ ના રોદડા પોતે પણ ગાશુ ને..બીજા પાસે પણ..ગવડાવશું...ઈસુ માટે ખૂબજ પ્રેમ રાખીને કહુ છું..કે,એણે પોતે જ કહ્યુ હતું હું પરમપિતા નું સંતાન છું ઈશ્વર નથી...જ્યારે આપણો કૃષ્ણ પોતે કહેતો ગયો છે..કે,હું જ ઈશ્વર છું...

ગીતા ના એના નિવેદનો યાદ કરો..અને પશ્વિમ નુ આંધળુ અનુકરણ બંધ કરો તોજ આપણો દેશ ખરા અર્થ મા હિંદુ રાષ્ટ્ર બનશે.

Gujarati Book-Review by પરમાર ક્રિપાલ સિંહ : 111964598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now