નિતરતી લાગણીથી રચી તારી કવિતા.
રંગ રંગના એહસાસથી રચ્યા શબ્દો.
જેમાં મારી નાદાની ને અધીરાઈથી લખી.
મારી વાટલડી ને તારી સોગાદ પણ ટપકાવી.
દરિયામાં ઢળતા ક્ષિતિજ ની રેખા પણ દોરી.
પળ પળ થતી તારી અનુભૂતિ પણ ટપકાવી.
સુકા રણ માં પાણી ના વાક્યો લખ્યા છે.
ઝાંકળના જળ પર પગલા મારા ચીતર્યા છે.
થોડી જગ્યા તારા હૃદયમાં લખી લેજે મારા નામની.
પ્રણય માં બંને છે જરા બદનામી સાખી લેજે.
વેદનાં ને થયેલા તારા અહેસાસની વાત લખી છે.
મારા આ ભાવને દિલથી તું પણ શણગારી લેજે.
વેદનાં ની કલમે 💓❤️