દુ:ખનાં સાગર માં સુખનું એકાદ મોતી ઢૂંઢું છું ,
હું તો ફક્ત મારામાં જ ખુદને ઢૂંઢુંં છું .
બની ગઈ છે આ દુનિયા એટલી અર્થવિહિન ,
એટલે જ તો પથ્થર માં ભગવાન ને ઢૂંઢું છું .
નથી મારે અન્યનાં જવાબ ની કોઈ જરૂર ,
હું તો ફક્ત તારામાં જ મારા સવાલને ઢૂંઢું છું .
આ કળિયુગનો નાતો છે બસ પૈસા ની જ સાથે ,
પણ હું તો પૈસામાયે સાચા ધનવાન ને ઢૂંઢું છું .
છે દુનિયાને સાચા ન્યાયની જરૂર ; એટલે જ તો ,
બીજાના પડછાયા માં પણ મારી જાતને ઢૂંઢું છું .
ફક્ત એટલું જ જાણવા માંગુ છું કે ;
શું છે આ દુનિયા ? ? ? ? ?
એટલે જ તો માણસ માં ઇન્સાન ને ઢૂંઢું છું . .....
by :Gaury Prajapati
(Asha Dhandhukiya )