Quotes by Shital in Bitesapp read free

Shital

Shital

@dhumdapratikdhavalbhai213409
(18)

સાંજ થઈ ને જમી ને બધા એમ જ બેઠા હતા...ટીવી ચાલુ કરી છોકરાઓ ડોરેમોન જોતા હસતા હતા.

ભાઈ બહેન સાથે એના મામાનો છોકરો પણ ટીવી જોતો હતો પણ એ એના મમ્મી પપ્પા વગર જાણે સૂનમૂન હતો.

બંને ભાઈ બહેન એને ખુશ રાખવા એની જોડે રમતા ને એકટીવટી કરી એનું મન હળવું કરાવી લેતા.

ત્યાં થોડીવાર થઈ એના ફુઈના ફોન પર એના મમ્મી નો ફોન આવ્યો .

ફોન ઉપાડ્યો ને એમણે હેલો કહી કેવું છે એમ પૂછયુ ને થોડી ગભરાટ તો ફોન ના નામથી પણ ચેહરા પર હતી.

ફોનમાં સામે છેડે બોલ્યા આ કોઈ વાત માનતા નથી..બોટલની સોય કાઢી નાખે છે ....મોં મા લગાવેલી નળી ખેંચી નાખે છે...બહુ હેરાન કરે છે ને ફાઈલ ફેંકી ને સામાન નીચે નાખી દે છે...નર્સ ને ડોક્ટર સમજાવે છે પણ સમજતા નથી ને ઘરે જવાની રટ કર્યા રાખે છે કહી એ સામે રહેલી લેડીઝ એમને સમજાવો કહી ફોન એ દર્દી ને આપે છે.

ફોનમાં બહેન એના ભાઈ ને સમજાવે છે કે કેમ ભાઈ તું આમ કરે છે એક રાત ની રાહ જોઇ લે કાલે તને ઘરે લઈ આવશું..તું આજની રાત માટે શાંત થઈ પસાર કરી લે..જો તારો દિકરો પણ અહીં છોકરાઓ જોડે રહી લે છે એની ચિંતા ના કર તું....કહી બહેને એના ભાઈ ને ઘણો સમજાવ્યો .


ભાઈ સાંભળી રહ્યો હતો.

પછી એ બોલ્યો પણ મને હોસ્પિટલમાં નથી ગમતું...મને કંઈ જ ગમતું નથી મારે ઘરે જવું છે .

પણ ભાઈ તારી ટ્રીટમેન્ટ ચાલે છે તું ઘરે આવીશ તો કેમ સાજો થઈશ.

ત્યાં એ બોલ્યો સારુ મૂકી દે ફોન કાલે મારુ મોં પણ નહિ જોવા મલે.

ને એ ક્ષણ ને અવાજ બસ છેલ્લી હતી એ છેલ્લો ફોન હતો જ્યાં એક ભાઈ ને એની બહેનની વાત થઈ....ને સવારે હોસ્પિટલથી ફોન આવ્યો ભાભીનો કે એ હવે નથી રહ્યા.

ભાઈ ના અંતિમ શબ્દો પણ સાચા પડ્યા....કેન્સર ના કારણે એ જે દર્દ એક વર્ષથી સહન કરતો હતો એ ન કરી શક્યો....કેટલુ દર્દ વેઠયુ ને પૈસા પાણીની જેમ વહાવયા પણ કેન્સર નો એ રોગ એને ભરખી ગયો.

એ જ હતી અંતિમ ક્ષણો ને એ ભાઈ નો બહેન સાથેનો છેલ્લો ફોન!!!

Read More

"હરેક ધડકન ધડકે છે
મારા નામથી,"
"જ્યાં છે હર સમય
પ્રેમ નો એહસાસ,"
"મૌન હોય ભલે આ હોઠ
તરસ છે તારા નામની,"
"સ્પર્શ થયો જપારથી તારો
ચેહકી હું તારી પ્યાસથી,"
"એહસાસ છે તારો દિલથી
દિલનો જ્યાં ધડકે છે તું,"
"છું તારી ધડકનમાં હું ને હું છું તારી
હર ધડકનમાં સામેલ,"
"છે જીવનની હરેક ક્ષણ તારાથી ને
હરેક ક્ષણ તારા નામથી,"
"આ જીવનના હરેક હિસ્સામાં છો તમે
ને તમારી હરેક ધડકનમાં સામેલ છે મારુ જીવન!!❤️
shital ⚘️

Read More

તારા પ્રેમ નો સ્પર્શ દિલ માં વેહતો ગયો...,
હું હતી રેત જેવી કોરી ને
       દરીયાની લહેરમાં મને તું ભીંજવી ગયો..!!!
shital ⚘️

Read More

खुद को भूल जाते है जब भी आती है
कलम हाथ में,
होती है बस शब्दो से बाते ओर भरते जाते है
प्यार से खाली पन्ने,
कुछ होती है ऐसी दुनिया जंहा सब भूल
उसमे ही मशगूल हो जाते है,
जहां मीला नही सूकून वो शब्दो से
बयान कर देते है,
वही है दुनिया हमारी उसी में हम जी लीया
करते है।
shital ⚘️

Read More

નાજુક હદય છે મારુ
    એને તડકાની કીરણથી ના જલાવ તું!
ખબર છે મને તારા હદયની લાગણીઓ
આમ રોજ મને આવીને ના સતાવ તું!
રોજ સુરજ ઉગે ને એની કીરણોના પ્રકાશથી
અજવાસ ફેલાય છે એમ
   તારા આગમનથી મન મારૂ હરખાઈ છે!
shital ⚘️

Read More

हाल कभी पूछना हो तो
दोस्त समझ के पूछ लो,
इतना कयां इतराना कि लीख के
दो शब्द भी पोछ देते हो,
हाल जो लबजो से कहोगे
तो साथ भी शब्दो से कहेंगे,
गैर ही सही पर इतने भी हम बैगेरत नही।
shital ⚘️

Read More