#WomensDay
નારીને લાગણીનું એક બુંદ આપો, એ ધોધ વરસાવશે. નારીને પ્રેમ આપો, એ ન્યોચ્છાવર થઈ જશે. એનું બધું કામ ન કરો પણ હાથ બટાવો, એ ઋણી થઈ જશે અને તમારાં કામ હોંશે હોંશે કરશે.
ભૂમિ હોય કે નારી, વાવો એથી હજાર ગણું આપશે.
તો નારીને નફરત, કટાક્ષ, તિરસ્કાર કે માર ન આપો, તેની જગ્યાએ પ્રેમ, વખાણ, નાનો પુરસ્કાર અને વહાલનો સ્પર્શ આપો. એ તમારૂં જીવન સાર્થક કરી દેશે. કોઈ પણ રૂપે.