Quotes by Dave Yogita in Bitesapp read free

Dave Yogita

Dave Yogita Matrubharti Verified

@joshiyogita123gmail.com
(325)

મહાદેવ હર 🙏🙏🙏મિત્રો!!!!

શિવ સમાન કોઈ દાતા નહિ,
વિપત કે વિદારણહાર....

નારાયણસ્વામીના સ્વરમાં ગવાયેલા ભજનની પહેલી કળી કહો કે દોહો કહો... આ સાંભળી આજ પણ અંતરમનમાંથી એક ઊર્જા ઉત્પન્ન થાય અને ચારેયબાજુ સકારાત્મકતા ફેલાય જાય એ નામ એટલે શિવ.

મેં આ દોહાની પહેલી બે લાઈન જ લખી છે કેમકે આ લાઈનના શબ્દોનું અહીં વણૅન કરવા માંગુ છું
શિવ એટલે સત્ય, શિવ એટલે સુંદર, શિવ એટલે રુદ્ર, શિવ એટલે મોક્ષ, શિવ એટલે કલ્યાણ....
શિવ જેટલો સરળ, શિવ જેટલો ભોળો બીજો કોઈ દેવ નથી. શિવની પૂજા સરળ એનો પંચાક્ષર મંત્ર સરળ..માત્ર ને ૐ નમ: શિવાય બોલો એટલે શિવ પ્રસન્ન થાય.શિવ માત્ર બિલિ પત્ર અને પાણીનો લોટો ચડાવવાથી પ્રસન્ન થાય. શિવને ચડે પણ ધતૂરો અને ભસ્મ. જ્યારે બધા અમૃત માટે ઝગડતા હોય ત્યારે હળાહળ વિષ પીવે એ શિવ એટલે જ કહેવાય એ દેવોના દેવ મહાદેવ.



જેનું ત્રીજું નેત્ર પળવારમાં દુનિયા ભસ્મ કરી દે અને એક પળમાં જે પોતાના નૃત્યથી સૃષ્ટિની રચના કરી દે.

નટરાજનું સ્વરૂપ જે નર અને નારીનો ભેદ પણ ના રાખે.જે પોતે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કરી આ વાત સૃષ્ટિને સમજાવે.

વખાણ ક્યાં કરું મેં લાખો કે ઢેર કા
ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા


મોક્ષ અને મોહ રહિત એટલે મહાદેવ. જેને નથી મહેલનો મોહ, નથી કોઈ હિરમોતીનો મોહ, નહિ કોઈ શ્વેતાંબરનો મોહ. જેનો જન્મ નથી, એનો મોક્ષની તો વાત જ ન થાય.. જે પોતે મોક્ષનો દેવ છે એ મહાદેવ.

શિવપુરાણ અનુસાર, એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બંનેમાંથી કોણ મોટું છે. જ્યારે વિવાદ એટલો વધી ગયો કે તેમની વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ, ત્યારે તેમની વચ્ચે આગનો મોટો સ્તંભ દેખાયો. હવે બંનેએ નક્કી કર્યું કે જે આ અગ્નિ સ્તંભના છેડે પહેલા પહોંચે તે શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુ એ સ્તંભના છેડે પહોંચવા માટે નીચે ગયા અને બ્રહ્મા ઉપર ગયા. આ અગ્નિ સ્તંભના છેડા સુધી પહોંચવામાં બંનેમાંથી કોઈ સફળ થઈ શક્યું ન હતું. જે પછી ભગવાન વિષ્ણુએ તેમની હાર સ્વીકારી લીધી, પરંતુ બ્રહ્માએ અસત્ય કહ્યું કે તેમને અંત મળી ગયો છે, તેથી હું શ્રેષ્ઠ છું.
બ્રહ્માજીના મુખમાંથી અસત્ય સાંભળીને શિવજી અગ્નિના સ્તંભમાંથી પ્રગટ થયા અને તેમણે બ્રહ્માજીના પાંચ મુખમાંથી અસત્ય બોલનાર મુખને કાપી નાખ્યું અને તેમને શ્રાપ આપ્યો કે તેઓ વિશ્વમાં પૂજવામાં આવશે નહીં. ભગવાન વિષ્ણુથી પ્રસન્ન થઈને તેમને પોતાની જેમ પૂજવાનું વરદાન આપ્યું. શિવપુરાણની આ કથા અનુસાર, જે મુજબ શિવ સૌથી મહાન છે.

એટલે આ દિવસે શિવરાત્રી મનાવાય છે.


મન્યતા મુજબ આજે પણ શિવ એમના પરિવાર સાથે કૈલાસ પર્વત ઉપર વાસ કરે છે. એટલે હજુ સુધી કોઈ એવો વ્યક્તિ નથી જે કૈલાસ પર્વતની ટોચ સુધી પહોંચી શક્યો હોય. બસ, આ જ છે મહાદેવ...

માત્ર એક સ્મરણથી પ્રસન્ન થાય એવો દેવ એ મહાદેવ,
માત્ર ભસ્મથી રાજી થાય એવો સરળ દેવ એ મહાદેવ,
માત્ર પાણીના અભિષેકથી તૃપ્ત થાય એવો દેવ મહાદેવ,
માત્ર રુદ્રાક્ષથી રાજી રહે એવો દેવ મહાદેવ.....
ઝેર તો હસતા હસતા પી જાય એવો દેવ મહાદેવ
ધરતી કે આકાશમાં તમને જેનો છેડો ન મળે એવો દેવ મહાદેવ


દેવાધિદેવ મહાદેવના શરણમાં આ દાસના કોટી કોટી પ્રણામ..

અંતમાં, દોહો પૂરો કરતા લખીશ

શિવ સમાન કોઈ દાતા નહિ,
વિપત કે વિદાહરણહાર....
લજજા મોરી રાખજે
શિવ નંદી કે અસવાર




મહાદેવ હર..
સર્વેને મહાશિવરાત્રીની શુભકામના
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Read More

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा

🙏🙏🙏🙏🙏🙏

વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ...💐💐💐


માં સરસ્વતિ એટલે વિદ્યા અને જ્ઞાનની દેવી. માં લક્ષ્મીની પૂજા
કરતાં આખી જિંદગી નીકળી જાય તો પણ તેને પ્રસન્ન થવું હોય તો જ થાય, પણ જો માં સરસ્વતિની આરાધના કરીએ તો સરસ્વતી અને લક્ષ્મી સાથે પ્રસન્ન થાય.

જ્ઞાન, સમૃધ્ધિ અને કળા જેના હાથમાં છે એવી માં સરસ્વતીની કૃપા જેના માથે હોય એ માણસ ક્યારેય ભૂખ્યો રહેતો નથી. કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. જેના માથે માં સરસ્વતીનો હાથ છે એ ભલે કદાચ ભણેલો ના હોય તો પણ કોઈને કોઈ કળામાં પારંગત હોય છે.

પૈસો કદાચ નસીબથી મળી જશે પણ એને સાચવવા માટે તો જ્ઞાન જ જરૂરી છે. નોકરી પર આપણને ગમે તે વ્યક્તિ લાગવગ કે પૈસાથી ચડાવી પણ દે, એને નિભાવવા માટે તો તમારી સમજદારી અને જ્ઞાનની જ જરૂર પડે છે. જીવનમાં ડગલે ને પગલે જ્ઞાનની જરૂર પડે છે.

આજના સમયમાં જોવા જઈએ તો પૈસો લગભગ બધા પાસે હશે. હા, કેમકે ક્યારેક શાક વાળા કે ઝૂંપડી નાખીને આપણા સોસાયટીના ખૂણે રહેતા લોકોના ઘરમાં નજર કરશો તો ખબર પડશે કે આપણા કરતાં સારો મોબાઈલ અને આપણા ઘરમાં રહેલા ટી.વી. કરતા એમના ઘરમાં મોટું ટીવી હશે.

પૈસા મેળવવા હશે તો ગમે તે રસ્તો અપનાવશો મળી જશે.પણ જો માન સન્માન મેળવવું હશે તો તમારી માથે માં સરસ્વતીનો હાથ હોવો ખૂબ જરૂરી છે.હમેશાં જ્ઞાન કળાને વધારે મહત્વ આપીએ એટલે પહેલી પૂજા માં સરસ્વતીની કરીએ.

જો જીવનમાં સુખ જોઇતું હોય તો માં લક્ષ્મીની આરાધનાથી આવશે. પણ જો જીવનમાં ખરેખર સુખ સાથે શાંતિ જોઈતી હશેને તો માં સરસ્વતીની આરાધના જ કરવી પડશે.


દેવી સરસ્વતી તમારા જીવનમાં જ્ઞાન, કિરણો, સંગીત, સુખ, શાંતિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે એવી વસંત પંચમીની હાર્દિક શુભકામના।


યોગી

Read More

ટુંકુ ને ટચ

"પ્રેમ" શબ્દ સાંભળતા જ તમારા મનમંદિરમાં ઉભરીને આવતો ચહેરો

-Dave Yogita

ચલને આજ એક દાવ રમી લઈએ,
ફરી ફરીને સંતા કૂકડી રમી લઈએ,

તારા આંખે એક પાટો બાંધી દઈએ
હું સંતાઈ જાવ, તું શોધ મને એવી હાઉકલી રમી લઈએ

ઈચ્છા છે મારી તો હું છુપાઈ જાવ
તારી હાથોની લકીરો વચ્ચે
બસ, આવી જ છુપમછુપાઈ રમી લઈએ

ઇચ્છે તો પણ કોઈ અલગ ના કરી શકે,
તું આંખો બંધ કરે તો પણ હું જ દેખાઈ જાવ
આવી કંઇક પ્રેમની છુપમછુપાઈ રમી લઈએ


યોગી

-Dave Yogita

Read More

વાત તો કરવી જ પડશે(પ્રસંગોની આરપાર)

નમસ્કાર મિત્રો!માફ કરજો!થોડી લખવામાં મોડી પડી હોય તો! હા, પણ શું કરીએ આ લગ્નગાળો એટલો છે જ્યાં જુઓ ત્યાં પ્રસંગ...

આ પ્રસંગો પરથી જ યાદ આવી ગયું મને કે તમારા બધા સાથે બહુ બધી વાતો કરવાની ભેગી થઈ ગઈ છે. આજે હું તમારા સાથે આ વાતો કરી રહી છું એવું ન વિચારી ને તમે તમારી જાત સાથે જ આ વાત કરો છો એવું વિચારજો,તો ખરેખર આ લેખ વાંચવાની મજા આવશે.

સગાઈ,લગ્ન,હવન, રાંદલ, બાળમુંડન સંસ્કાર આવા પ્રસંગો આપણા બધાના જીવનમાં આવતા રહેતા હોય છે. ભારત ઉત્સવપ્રિય દેશ છે એમ ભારતની પ્રજા ઉત્સવપ્રેમી અને પ્રસંગોપ્રેમી પણ છે. રૂટિન જિંદગીમાંથી એક નાનકડો બ્રેક એટલે પ્રસંગો, તહેવારો અને પ્રવાસો.

આ પ્રસંગો માણવામાં તમને નથી લાગતું ક્યાંક ને ક્યાંક આપણે થોડા બોર થઈ ગયા છીએ. પ્રસંગો માણવાનું ભૂલી ગયા છીએ અને દેખાડવાનું વધારતા ગયા છીએ.

મારું માનવું એવું છે કે થોડા પ્રોફેશનવેળા પ્રસંગોમાં ના કરીએ તો ના ચાલે? પ્રસંગમાં આવ્યા છીએ તો બધા સાથે હસીએ બોલીએ...મજા કરીએ અને બીજાને પણ કરાવીએ,બીજાનો તણાવ પણ ઓછો કરીએ અને આપણો પણ.. ત્યાંનો માહોલ માણીએ.

અમુક લોકો તો પ્રસંગમાં એન્ટર થાય અને એવું મોં બનાવ્યું હોય જાણે બે ત્રણ જણાએ એને મારીને મોકલ્યો હોય. એલા તારે નહોતું આવું તો ન આવ્યો હોત આવા ડાચે વ્યવહાર સાચવવા શું ચાલ્યો આવ્યો?

હજુ અમુક લોકો હિસાબ કરવા જ પ્રસંગમાં જતા હોય કે જે મારા ઘરે નહોતા આવ્યા એ લોકો અહીં પણ નથી જ આવ્યા ને? અને મારા ઘરે વ્યવહાર કર્યો એટલો જ અહીઁ કરે છે ને?


હજુ છે જ હો ઘણા બધા બાકી જે લોકો હોય જે માત્ર ને માત્ર ખામી કાઢવા જતા હોય..બાકી તો બધું સરસ હતું પણ દાળમાં પાણી વધારે હતું. છોકરી કે છોકરો છે તો બહુ સરસ, પણ થોડી કાળી કે થોડો કાળો પસંદ કર્યો.

બીજા જે માત્ર પ્રસંગ બગાડવા પહોંચી ગયા હોય..આના વગર તો નહિ ચાલે.તેના વગર નહિ ચાલે.. અને એમના ઘરે તો તમને પાણી પીવા પણ ના મળ્યું હોય હો!

બીજા ઘણા એવા પણ છે પેલો મારા ઘરે દસ વાગ્યા સુધી રહ્યો હતો તો હું પણ દસ વાગ્યે ચાલ્યો જ જઈશ.પેલા એ ગરબા નહોતા રમ્યા મારા ઘરે હું પણ નહિ ગરબા ગાવ(રમવું)એના ઘરે

હું ને તમે તો આવા લોકો નથી ને?હશે દુનિયામાં ઘણા લોકો એવા કેમ? કે ક્યાંક હું કે તમે પણ એવા જ છીએ?

હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આપણે માણી લઈએ પ્રસંગ જો ગયા જ છીએ તો, નસીબ એના એ લોકો ન માણી શક્યા આપણા ઘરનો પ્રસંગ પણ આપણે તો એક એક પળ એન્જોય કરી લઈએ.
પ્રસંગમાં આપણા ભાઈ બહેન બીજા સગા વહાલાઓ સાથે મજા કરીએ,
આવી રીતે એકસાથે મળવાનો મોકો ક્યારે મળશે? ક્યારે અઢળક વાતો થશે? ક્યારે અઢળક ફોટા પડશે? હવે ક્યાં કોઈને કોઈના ઘરે જવાનો સમય પણ છે?
આ બહાને મળીએ અને જલસો કરીએ.

હા..હું બિલકુલ કોઈને સલાહ આપવા નથી માંગતી પણ એટલું હમેશાં કહીશ કે માણી લો એક એક ક્ષણ જીવનની કેમકે,આપણે વિચારીએ છીએ એનાથી લગભગ ઓછો સમય છે અને જીવનને માણવાનો આપણા બધા પાસે.....

So enjoy every movement of your life...

યોગી

Read More

પહોંચવું હોય મંઝિલે કે ટોચે
સાથ તો તું જ આપીશ ને?

હોય ગમનો મોસમ કે ખુશીનો માહોલ
સાથ તો તું જ આપીશ ને?

હોય હાર કે જીત આ જીવનમાં
સાથ તો તું જ આપીશ ને?

હોય સંઘર્ષ કે આરામના દિવસો
સાથ તો તું જ આપીશ ને?

સાથ હોય કોઈ કે ના હોય કોઈ
સાથ તો તું જ આપીશ ને?

વાત હોય એક બે પળ ની કે
શ્વાસ હોય જીવનનો આ છેલ્લો
સાથ તો તું જ આપીશ ને?

યોગી

-Dave Yogita

Read More

નમસ્કાર મિત્રો! આજે ફરી એક લેખ લખવાનું મન થઈ ગયું,કાલ રામજી પધારવાના છે તો આજે લેખ લખવાનો તો બને જ છે.
હા, પણ..... શ્રીરામને યાદ કરતા પહેલા જો આપણને સૌથી પહેલા યાદ આવે એ હનુમાન... જય હો બજરંગબલી

એમાં પણ જોગાનું જોગ કાલ હનુમાન પિકચર પણ જોયું તો ઘણી વાતો મનમાં આવી ગઈ.
હા, આજકાલના છોકરાઓનો ક્રેઝ કહીએ તો સુપરહીરો.હા,સ્પાઇડર મેન, કેપ્ટન અમેરિકા...એન્ડ ઘણા બીજા એવા એવેંજેર....
આપણા દેશમાં તો વરસોથી એક સુપરહીરો જ રાજ કરે છે, એ સુપરહીરો એટલે આપણા બધાના હનુમાનજી....મારા માટે તો સુપરહીરો એટલે જ હનુમાનદાદા.
સ્વયં રામ ભગવાનની મદદે પણ હનુમાનજી જ સુપરહીરો બની આવ્યા હતા. જેમણે એકલા હાથે રાવણનું સિંહાસન હલાવી દીધું હતું. હા, જે પુલનો વિચાર પણ હાલના એન્જિનિયરો કરી ના શકે એવો અદભુત અને અવિસ્મરણીય પુલ દરિયા વચ્ચે બનાવી દીધો હતો. સ્વયં લક્ષ્મણજી માટે સંજીવની લાવ્યા હતા.

એક છલાંગમાં જે સમુંદ્ર પાર કરી ગયા અને લંકા પહોંચી ગયા હતા અને એક જ અગ્નિના તણખાથી આખી લંકા સળગાવી દીધી. રાવણ જેવા રાક્ષસને સૌથી પહેલા પોતાના જીવનકાળમાં કોઈથી ડર લાગ્યો હોય તો એ આપણા પવનપુત્ર હનુમાન હો.રામજીની સેવામાં જ પોતાની આખી જિંદગી વિતાવી એવા શ્રીહનુમાનજી ની જય.

હનુમાનજી એટલે કોઈ અઘરા દેવ નહિ.એમની પૂજા ગમે ત્યારે કરી શકાય અને શેરીના નાકે પણ એમની સ્થાપના કરી શકાય.આવા સરળ રામભક્ત એટલે આપણા બધાના સુપરહીરો.

આ સુપરહીરો એ જ તો સૌથી પહેલા જ ધરતી અને સુર્ય વચ્ચેનું અંતર આપણને જણાવ્યું હતું,આપણી હનુમાન ચાલીસામાં. અને ભૂત, પિશાચ, કાળી શક્તિઓને દુર કરવાની શક્તિ આપણી હનુમાનચાલીસામાં છે.

આમ, વધારે તો હું નથી જાણતી પણ એટલું કહી શકું કે ગમે તેવો અસાધ્ય રોગ હોય કે તમારું મન ગમે તેવું વિચલીત હોય અને હા..જો ક્યારેય આત્મહત્યાના વિચારો આવતા હોય ત્યારે પણ
હનુમાન ચાલીસા સાંભળીને જોજો.બધી નેગેટિવિટી તમારાથી સો ગજ દૂર ભાગશે... તો એક વાર બધા આપણા સુપરહીરોને નમસ્કાર કરીને શ્રીરામનું ભાવ ભક્તિપૂર્વક સ્વાગત કરીએ.

જય હનુમાન...જય હો બજરંગબલી...
સિયાવર રામચંદ્ર કી જય...

મહાદેવ હર....

યોગી

Read More

હા, તું એ જ લાગણી
જે હું અનુભવી શકું ,
પણ વ્યક્ત ના કરી શકું

હા, તું એ જ લાગણી
જે હું બોલી શકું
પણ કહી ના શકું

હા, તું એ જ લાગણી
જે હું સમજી તો શકું
પણ સમજાવી ના શકું

હા, તું એ જ લાગણી
જે હું છૂપાવી તો શકું
પણ જાહેર ના કરી શકું

હા, એ જ લાગણી
જે તું મહેસૂસ કરી શકે
પણ પણ મારા સુધી પહોંચાડી ના શકે

યોગી

-Dave Yogita

Read More

આ દિલમાં તે ગજબનું રમકડું ફીટ કર્યું છે
જે રોજ રોજ ધક ધક ચાલે છે

બધા સમજે પૈસા અને સ્વાર્થની ભાષા
ત્યારે આ એક જ લાગણી લઈ હાલે છે

ગજબનું આ રમકડું અલગ અલગ કરતબ કરી જાણે છે
જયારે જોવે મનગમતા પાત્રને તો વધારે જોરથી હાલે છે

આ દિલ આંખો સાથે ગજબ સંબંધ ધરાવે છે
હરખાય કે દુઃખાય ત્યારે આંખોમાં ઉતરી આવે છે

આ રમકડું પણ તારા ઈશારે ચાલે છે
તે લખ્યા છે જેટલાં ધબકારા બસ ગણી ગણી ને હાલે છે



યોગી

-Dave Yogita

Read More

સુવિચાર

તમારુ નિયંત્રીત અને મજબૂત મન જ
સૌથી ધારદાર હથિયાર છે

યોગી

-Dave Yogita