કહેવાય છે દુનિયા ની બેનમૂન કારીગરી અને ચળકાટ જેમાં બખૂબી નીચવાયેલું હોય તો એ છે શ્રી કોહિનૂર ડાયમંડ!.
ડાયમંડ માં એ ડાઇ ને ઘસી ઘસી ને એને ૩૬૦ ડિગ્રી એને બેનમૂન કરીગરી થી સજાવટ કરવા માં આવે છે ત્યારે એ જઈ ને કોઈ સ્ત્રી ની આંખ નું નજરાણું બનતું હોય છે. કારણ કે એ ડાયમંડ નો ચળકાટ એમની આંખ ને મોહી લેતો હોય છે.
એનું તાત્પર્ય એ નીકળે કે જો આ મેટલ રૂપી એ કોલસા ના ટુકડા પર બેનમૂન અને સખત કારીગરી થી આ સોંદર્ય આપી શકાતું હોય, તો આપણા નસીબ રૂપી એ ટુકડા ને પણ એ કોહિનૂર રૂપી ચળકાટ અને પ્રસિદ્ધિ ને પાત્ર જરૂર બનાવી શકીએ. પણ જરૂર છે એની પાછળ ખંત પૂર્વક નો પરિશ્રમ. જો માનવી એ પરિશ્રમ ને વળગી રહી ને દિવસ રાત જો એ પોતાના નસીબ ને પરિશ્રમ રૂપી ઘાટ આપવાનું કામ કરે તો એ અવશ્ય નસીબ રૂપી પથ્થર ને ચમકવું પડે, પડે, અને પડવું જ પડે છે. તેથી જ કહેવાય છે જે આ પરિશ્રમ રૂપી પરસેવા થી ન્હાય લે છે એની સિદ્ધિ દાસી બની એના પગ નીચે ચાકરી કરે છે!.
તો હૈ મિત્ર ભવિષ્ય રૂપી એ પથ્થર ને ચળકાટ અપવાનો કોઈ એક કેવળ માર્ગ હોય તો એ છે પરિશ્રમ
#Bright