મને યાદ છે જ્યારે ડુંગળી ના ભાવ આસમાને હતાં ત્યારે પકોડી વાળાઓ ડુંગળી ની જગ્યાએ કોબીજ આપતા.
પછી ડુંગળી સસ્તી થઇ, પણ કોબીજે તેનું સ્થાન ન છોડ્યું.
'ને ડુંગળી કોબીજ મીક્સ આપે છે અત્યારે.
મને થયું કે કોબીજ મોંઘી થાય તો સારું. પકોડી માથી જાય તો ખરી.
પછી બીજો વિચાર આવતા જ કમકમી ગયો,
કે બચાડા ચાઇનીઝ સલાડ નો શું એમાં વાંક?