આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી,
સારો માણસ સતત
લોકો શું કહેશે ? ની ચિંતામાં રહેશે,
ને ખોટા ને એવી કંઈ પડી નથી,
આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી
પૈસાવાળા લોકો કરકસર, ને અમુક તો એમાં ચિંગુસાઈ પણ કરે છે
ને જેની પાસે લગભગ કંઈ નથી તોયે એ હોય એટલો દેખાડો કરે છે,
આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી
થોડા ઘણા પૈસા પણ
જો ક્યાંક અવળા વપરાઈ જાય,
તો પૈસાવાળાને રાત્રે ઊંઘ પણ નથી આવતી,
અને જેની પાસે કંઈ નથી, એની પાસે જો થોડો ઘણો પણ વધારે પૈસો આવી જાય, તો એ હવામાં ઊડે છે,
આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી