Quotes by Hardik Boricha in Bitesapp read free

Hardik Boricha

Hardik Boricha

@hardik89


સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે – હું જ તારો પ્યાર છું ;

રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;

વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;

જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું.

Read More

આખી રાત તારા ગણવાની વાત છે ;
ઈંટો વગર દીવાલ ચણવાની વાત છે !

પ્રેમ કહો છો, એ કાંઈ ઓછી બલા નથી;
એના નામે જિંદગીને ગુણવાની વાત છે !

આપના વગર જીવનમાં શેષ શું રહ્યું ?
ડાકલા, ભૂવા વગર ધૂણવાની વાત છે!

પ્રેમ પહેલાં બધાં જ વચનો એ બાંધી લો;
એ વાવ્યા પહેલાં જ, લણવાની વાત છે !

આમ મોતથી ડરીને જીવવાનું શું કહું ?
કસ્તૂરી ખાતર મૃગને હણવાની વાત છે !

Read More

લાવ તને સોગાત લખી દઉં,
મનગમતી બે વાત લખી દઉં...

ડૂબે સુરજ અજવાળું લઇ,
સોનલ વરણી રાત લખી દઉં...

જાણી લીધાં સપનાં તારા,
આંખો ની રજુઆત લખી દઉં...

તું નજરાણું છે પાટણનું ,
આવ પટોળે ભાત લખી દઉં...

રંગ તને ગમશે તે લઈ લે,
મેઘધનુષના સાત લખી દઉં...

Read More

મારી પાસે એક સપનાનો સંબંધ છે,
મિત્રતા હજી એટલેજ અકબંધ છે,

પકડી એનો હાથ ચાલ્યા હતા થોડે સુધી,
હજી હાથમાં એની સુગંધ છે,

ખેરવી કાઢ સુકાઈ ગયેલા બધાયે પાન,
પાનખર પછી જ તો વસંત છે,

સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા,
મિત્રતા જેવું બીજું ક્યાં કઈ સગપણ છે?

નથી મળ્યા વરસોથી એથી શું થયું?
સંબંધ હજી એટલોજ અકબંધ છે,

ચાલ બધી જૂની યાદો તાજા કરીએ,
હૈયામાં જે હજી અકબંધ છે 😊

Read More

*तुम्हे छीन ले मेरी बांहों से कोई*
*मेरा प्यार यूं बेसहारा नही है*,,
*तुम्हारा बदन चांदनी आ के छू ले*
*मेरे दिल को ये भी गंवारा नहीं है*
😍😍

Read More

*इसमें कोई शक नहीं कि तू ख्यालों में हैं,*
*पर तेरा मेरा मिलना अब भी सवालों में है.*✍️✌️