*_રામાયણ આપણને એ નથી શીખવતુ કે બધું જ સહન કરવું. રામાયણ એ સંદેશ આપે છે કે મર્યાદા માં રહેવું. પોતાના સન્માન ને સુરક્ષિત રાખવું. પ્રભુ શ્રીરામ સંયમિત હતાં. એમની પાસે ધૈર્ય હતું.કોઈને ધૃણા નહોતા કરતા. નીચા નહોતા દેખાડતા._*
*_અયોધ્યા જેવી દિવ્ય નગરીમાં પણ મંથરા હતી, કૈકેયી નાં મનમાં પણ insecurity અને jealousy હતી.દુનિયામાં ઘણા એવા લોકો છે જે બીજાને નીચા દેખાડીને પોતાને મહાન સમજે છે, કેટલાક તો દરેક સફળતામાં હરીફાઈ કરે છે, કેટલાકથી બીજાની ખુશી નથી જીરવાતી.પણ ત્યારે..._*
*_●દરેક વાતની પ્રતિક્રિયા આપવી જરૂરી નથી._*
*_●દરેક ઝગડામાં ઉતરવું તે બહાદુરી નથી._*
*_●કેટલીક વાતો હસીને ટાળી દેવી એ બુદ્ધિમાની છે._*
*_●ક્યારેક શાંત રહેવું એ પણ પરિપક્વતા છે._*
*_●તો ક્યાંક સીમાંકન નિશ્વિત કરવું એ આત્મસન્માન છે._*
*_સંબંધો તોડવા એ સમાધાન નથી.પણ સંબંધોમા કોઈ મંથરા હોઈ તો પોતાના રામત્વ ને આમ જ બચાવી શકાય છે._*
*_નવા વર્ષના રામ રામ._*
*_શુભ સવાર 🙏🏻☺️_*