મન ની મન માં જ થયેલી વાતો:
તને ખબર છે!
મને ક્યારેય અમથું અમથું
તારા થી દૂર જવાનું મન થઈ આવે ,
માત્ર ને માત્ર એવું જાણવા કે
તમે ગમશે મારા વગર ?
પછી યાદ આવે કે
તારો જવાબ hmmmm આવશે
અને હું પહોંચી જાઉં અવઢવમાં
પછી અમથું અમથું
“એને નહીં જ ગમે “ એવું
હું જાતે જ માની લઉં બોલો !😄🩶🤍🤎