મુક્તિ તને જોવે છે આ જગથી જો,
તો અંતરથી વૈરાગી બનવું પડશે.
અહંકારનાં બરફ જેવા પહાડોને,
શાંતિનાં સૂરજમાં ઓગાળવા પડશે.
ક્ષમાનો માર્ગ સહેલો નથી ક્યારેય,
દુઃખ આપનારને પણ દિલથી માફ કરવું પડશે.
દયા એ જ થાપણ છે આત્માની યાત્રાનું,
તેને સાચવી ને આગળ વધવું પડશે.
જે દિવસ તું સ્વને પરમમાં સોંપી દેશે,
એ દિવસે જન્મ–મરણથી પાર ઉતરવું પડશે.
કારણ મુકિત કોઈ દૂર નથી મિત્ર,
ફક્ત અંદરની દ્વાર ખોલવું પડશે.