Healing process Mantra 💖
મુક્તિ : અંતરનો ઉજાસ 🌟💫🌠
જીવનના કોઈ એક પડાવ પર આપણે બધા એ અનુભવો કરીએ છીએ કે, “જ્યારે સાચું બોલીએ છીએ ત્યારે ખોટા ઠરીએ છીએ.”એ અનુભૂતિ હકીકતમાં દુઃખની નહિ — જાગૃતિની શરૂઆત છે.
આ જાગૃતિ એ છે કે હવે બીજાને ખુશ રાખવા માટે પોતાનું મન દબાવવું નથી, પોતાના અસ્તિત્વને કોઈના મત અનુસાર માપવું નથી, અને કોઈના અહંને સંતોષવા માટે પોતાના આત્માને દબાવવો નથી.
“મુક્તિ” એ એવા જ એક આંતરિક પરિવર્તનનું પ્રતિબિંબ છે.
"મેં જ્યારે મોઢું ખોલ્યું — મારો અવાજ દબાવી દીધો,
સાચું કહું તો ખોટું લાગી ગયું."
આ બે પંક્તિઓ અનેક સ્ત્રીઓ, પુરુષો અને સંબંધોની હકીકત કહે છે,
જ્યાં વ્યક્તિની સચ્ચાઈ તેની વિરુદ્ધ પુરાવા રૂપે વપરાય છે.
પરંતુ અંતિમ પંક્તિ —
“હું આજે મારી જાતને ભીતરથી મુક્ત કરું છું...”
આ આખી વાતને નવી દિશા આપે છે. મુક્તિ કોઈ સંબંધ તોડવાની નથી, એ તો પોતાને પર લગાવેલા અદ્રશ્ય બંધનોમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ છે.
દરેક સંબંધ, જ્યાં સન્માન ગુમાવ્યું છે, દરેક લોકો, જેમણે ભાવનાઓને ઉપહાસ ગણાવી, તેમની સામે લડવાનું નથી — માત્ર “મુક્ત થવાનું” છે.
મુક્તિ એટલે કોઈને છોડવું નહીં, પરંતુ પોતાને પોતાના રૂપમાં ફરી સ્વીકારવી. જ્યારે આપણે પોતાને સ્વીકારી લઈએ છીએ, ત્યારે બીજાનો સ્વીકાર કે અસ્વીકાર આપણો ભાર નથી રહેતો અને એ ક્ષણમાં — આત્મા શાંત થાય છે, મન નિર્ભય બને છે, અને “મુક્તિ” — શબ્દ નહિ, એક અનુભવ બની જાય છે.
🌿
જીવનમાં ક્યારેક એવી ઘડી આવે છે, જ્યારે સાચું બોલવું પણ ગુનો લાગે છે, અને પોતાનો અવાજ ઊઠાવવો અહંકાર ગણાય છે. પરંતુ એ જ ક્ષણથી “મુક્તિ”ની શરૂઆત થાય છે — "જ્યારે આપણે બીજાને સમજાવવા બંધ કરીએ છીએ, અને પોતાને સમજવા માંડીએ છીએ.
દરેક સંબંધ, જે આપણા આત્માસન્માનને દબાવે — દરેક વ્યક્તિ, જે આપણો વિશ્વાસ તોડી જાય — તેમને છોડવાનો અર્થ દ્વેષ નથી, પરંતુ પોતાને પરત મેળવવાનો પ્રયત્ન છે.
આજે મેં નક્કી કર્યું છે — હું મારી અંદરથી દરેક ભય, અપેક્ષા અને ખોટી ફરજને મુક્ત કરું છું. હવે મને બીજાને સાબિત કરવાનું નથી — પોતાને ઓળખવાનો સમય છે.
🕊️ મુક્તિ એ અંત નથી — એ નવી શરૂઆત છે.
---
મુક્તિનો અર્થ માત્ર બંધન તોડવો નથી, એ તો અંતરમાંથી ખાલી થવાની પ્રક્રિયા છે. જે વાત મનને, મગજને અને શરીરને પીડા મળે... એ દરેક વાત, વ્યક્તિ અને યાદને
પોતામાંથી આઝાદ કરી દઈએ — એ જ સાચી મુક્તિ છે.
ક્યારેક આ સહેલું નથી — કારણ કે એની સાથે ભીતરનો ડર જોડાયેલો હોય છે. પણ એ ડરને પાર કરીને જ્યારે આપણે સ્વચ્છંદ થઈએ છીએ, ત્યારે મનમાં શાંતિ ઉતરે છે, અને એ ક્ષણથી શરૂ થાય છે નવી શરૂઆત.....
✨ મુક્તિ એટલે — અંતર ખાલી કરી નવી ઉર્જાને સ્થાન આપવું.
કારણ કે — ખાલી થશું તો જ નવું ભરાશે.
જૂના દુઃખો, ડર અને અપેક્ષાઓથી મુક્ત થયા પછી જ
નવો શ્વાસ, નવો પ્રકાશ અને નવી શક્તિ આપણામાં પ્રવેશે છે.
🌸 મુક્તિ એ અંત નથી — એ નવજીવનનો આરંભ છે.🌸
---
🪶
"ખાલી થવાની હિંમત રાખો — કારણ કે જ્યાં જગ્યા ખાલી થાય છે, ત્યાં જ નવું જન્મે છે." 💫
Darshana Jariwala Meeti