🌸 “રુક્મિણી કહે છે…” 🌸
રુક્મિણી કહે છે —
કૃષ્ણ છે મારા,
તેમ છતાં એ મારા નથી…
હે રાધા, એવો તે કેવો તારો સાથ,
કે આજે પણ દુનિયા લે છે રાધા–કૃષ્ણનું જોડે નામ…
મળ્યું છે મને બધું —
કૃષ્ણનું નામ, કૃષ્ણની પત્ની હોવાનો દરજ્જો,
પણ તેમ છતાં કૃષ્ણ તો સદાય રહ્યા તેમની રાધેના…
કૃષ્ણનું મન કરે એક જ નામનું ચિંતન —
“રાધે… રાધે…”
અને દુનિયા આખી કરે એ જ નામનું જાપ —
“રાધે… રાધે…”
રુક્મિણી કહે છે —
પ્રેમિકા બની તું બધું મેળવી ગઈ,
જે પત્ની બનીને મને કદી ના મળ્યું…
દુનિયા આખી ગાય છે ગાથા રાધે–કૃષ્ણની,
પણ રુક્મિણીનું દુઃખ —
કોઈએ કદી જોયું જ નહીં…
મળ્યું બધું જ,
તેમ છતાં કઈ મળ્યું નહીં…
કૃષ્ણ છે મારા,
પણ તેમ છતાં એ મારા નહી