🌿 વાતો તો આપણા થી ખૂબ થાય છે
વાતો તો આપણા થી ખૂબ થાય છે મોટી મોટી
પણ એને અમલમાં મુકાતી નથી,
જોશ જોશ મા લીધેલી પ્રતિજ્ઞા માંડ એક દીવસ પણ પુરી થતી નથી…
કોઈના થી પ્રેરિત થઈ ને….
પોતાની જાત ને અપાઈ જાય છે મોટા મોટા વચનો … જેમ કે
પેટ ને પચે ના એવું ખાશું નહીં
પણ સામે આવતાં પિઝા ને બર્ગર….
રોકવા છતાં જાત ને રોકી શકાતું નથી…
વાતો તો આપણા થી ખૂબ થાય છે મોટી મોટી
પણ અમલમાં મમુકાતી નથી….
ચાલો જીવન માં આપણે પોતાના માટે કઈક થોડું કરીએ
કસરત ને આપીએ આગવું સ્થાન …
જરૂરું નથી જીમખાને જઈને થાય કસરત…
પોતાની ક્ષમતા પ્રમાણે તું કલાલ ચાલી લે……
ચાલો ગમતી રમત ને બનાવી એ રોજિંદા જીવન નો હિસ્સો…
બેડમિટન, ક્રિકેટ, વોલીબોલ….. વગેર વગેરે..
અરે નીકાડ થોડો સમય ની મોકળાશ પોતાના માટે
જરૂરી છે તારા સ્વાસ્થ માટે
આ વાતો વાતો તારે અમલમાં મૂકવી રહી
વો સુના હૈ ના કી ભાઈ જાન હૈ તો જહાંન હૈ
બસ કઈક આવીજ રીતે
મન મક્કમ તો શરીર તંદુરસ્ત…