પળ વારમાં બદલાયો રંગ,
માણસ જાણે બન્યો નંગ.
લાગણી ગઈ ને કરવી પડે દોડ,
માણસ જાણે બન્યો રોબોટ.
પહેલાં હતી વાતો મીઠી,
હવે તો બસ સ્વાર્થી ગણતરી સીધી.
શાંતિ ખોવાઈ છે, ક્યાં છે ચેન?
માણસ બની ગયો છે બેચેન.
એક એક મિનિટની કિંમત,
પરિવાર માટે નથી સમય.
ફક્ત છે બનાવટી સ્મિત,
માણસ જાણે બની ગયો મશીન.
- કૌશિક દવે
લાગણીની શૂન્યતા વધતી જાય,
કામ કરે બસ આઠે પહોર.
કોમળ દિલ બની ગયું કઠોર,
માણસ જાણે બની ગયો રોબોટ.
- Kaushik Dave