હે ભોળા માનવી તું કશુંજ વીચાર્યા વીના સાવ નીખાલશ ભાવે કંઈક લખે છે બોલે છે કે દેખાવ કરે છે,
પણ તું જાણે છે કે લોકો તારૂં અનુકરણ કરે છે?
જરા સમજ દોસ્ત . બધાને સરખી અક્કલ નથી હોતી.જરા સમજી વીચારીને તું તારી અભીવ્યક્તીની સ્વતંત્રતાનો ઉપયોગ કર.. આથી સમાજ પર સારી ન સારી અસર પડે છે.. લોકોનું જીવન સુધરે પ્રેમ ભાઈ ચારા સાથે આપણા ભારતની સનાતન સંસ્કૃતિની વીરાસત પણ જળવાઈ રહે ઘર્મ અને મર્યાદા સચવાઈ રહે તે પણ ધ્યાનમાં રાખ, બધાનું કલચર એક સરખું નથી હોતું માનું છું, પણ ઘર્મ જ્ઞાનનો આજકાલ ખુબ અભાવ છે, માટે લોકો સારૂં ન સારૂં સમજવામાં અસમર્થ છે.. માટે આંખો મીચી કોઈનું અનુકરણ કરવા લાગે છે,
આજે બહેનોમાં ઝીઝા બાઈ ,રાણી લક્ષ્મીબાઈ, અહલ્યા બાઈ, મધર ટેરેસા, સીતા મૈયા, યશોદા મૈયાજેવું બનવાનું ઓછું પસંદ કરે છે,
તો ભાઈઓમાં
શ્રી રામ લક્ષ્મણ ભરત સત્રુધન કે યુધીષ્ઠીર અર્જુન, કે પછી છત્ર પતી સીવાજી મહારાજ , મહાત્મા ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, કે વીર હમીરજી, ચંદ્ર શેખર આઝાદ કે પછી કોઈ સંત દાતા કે સુરવીર બનવાનું ઓછું પસંદ છે અડધાને ખબરેય નથી આ બધા કોણ હતા..
પરંતુ નવી હીરોઈન હીરો..અરે છોડો એમની વાતેય.. આજે તો ફોનનો સેલ્ફી કેમેરો આવ્યો નથી કે નીત નવા બફાટ અને નખરા કરતા નું વધુ અનુકરણ થાય છે,
પાછું લખે લાઈક અને સબ સ્ક્રાઈબ કરવાનું ન ભુલતા, મારી ફલાણી ચેનલ ,ઢેકડી ચેનલ.. બાઈ તો બાઈ ..ભાઈ પણ ભેગા જોડાય.. બાઈ બફાટ મારે વેહ કરે અને ભાઈ વીડીયો ઉતારી સરેઆમ કરે..અને જે મનમાં આવે તે..
ભારતીય સંસ્કૃતિ ની ઘરોહર, વેદ પુરાણ શાસ્ત્રો હજારો વર્ષોથી જે પ્રચલિત છે ભારતની નીમ છે આધાર છે એને ખોટા પાડી દે એવા બફાટ વીરોધ કરે..જાણે અમેરીકા યુરોપમાંથી ન આવ્યા હોય પચ્છીમી સંસ્કૃતિ માંથી..
તમે ગમે તેમ કરો ઈતીહાસ આ રીતે તમારો કયારેય નહીં લખાય...
તમારો ઘર્મ ગમે તે હોય જાત સામે આંગળી નથી કરતો પણ શાસ્રોનુ અનુકરણ કરો.. સંસકૃતી નું અનુકરણ કરો.ન કરો તો ભલે ન કરો પણ આ રીતે પ્રદર્શન ન કરો બીલકુલ સારા નથી લાગતા , બધા મુજરા સમજી તમાસોજ દેખે છે મફતમાં મનોરંજન માટે. અને અનુકરણ કરવા વાળા ભોળા માનવીઓ બીજા કોઈનું અનુકરણ ન કરો, પહેલા તમારો ઘર્મ સંસ્કૃતિ માન મોભો સમાજ દેખો ,
ધન્યવાદ કહેવાય અમુક કલચર ને કે એ ભણી ગણી આગળ વધે તોય એમના કલચરને રીત રીવાજ ને નથી ભુલતા ભલે આપણે તેમને ગ્રામ્ય અને સેરી સભ્યતાથી આલગ ગણતા.. પણ તે તેમની વારસાગત રીત રીવાજ ધરોહર જાળવી છે....