આ મોહ ને માયાને મેં ત્યજી દીધું…
જ્યારથી મને તારી માયા લાગી,
હે કૃષ્ણ!
આ જીવનનો ભાર અમથો લાગે છે,
પણ જયારે મનનું ચિંતન ‘તું’ બની ગયો —
ત્યારથી તો આ મોહમાં પણ મજા આવે છે,
હે કૃષ્ણ!
રંગો તો મને બહુ ગમે છે,
પણ જયારે રમણ રેતીમાં આળોટી,
મને તો માટી પોતે પ્રિય લાગવા લાગી,
હે કૃષ્ણ!
મને તારી ગોપી નથી બનવું ના તો મને,
તારી મીરા પણ નથી બનવું.
મારે તો તું મને બાળક રૂપે જોયે,
જ્યાં માતા અને બાળક વચ્ચે કોઈ સ્વાર્થ નથી હોતો.
હે કૃષ્ણ!
માટે હું તને ભજુ છું —
પણ મારી અંદર તું પુત્રરૂપે વસે છે…
— Komal Mehta