" છોડોને ટેન્શન "
આમે જિંદગીમાં તો, ઘણાં છે ક્વેશ્ચન.
છે અનિશ્ચિત સફર તો, શાનું છે ટેન્શન?
લોહીના સબંધો છે હાલનું નગદ વેતન,
પણ, મિત્રતા જ છે ભવિષ્યનું પેન્શન.
બોલતાં પહેલાં વિચારજો સો વાર,
હર એક્શનનું મળે જ છે રીએક્શન.
મદદને બદલે ક્યાં મળે મદદ આજકાલ?
દર્પણમાંય દેખાય છે, વિરુદ્ધ રીફ્લેક્શન.
માણો જિંદગીને મોજથી, છોડોને ટેન્શન!
"વ્યોમ"નું બસ, એક આ જ છે સજેશન.
...વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.