દાદી – મારા જીવનની માં🥺
જ્યારે જગતમાં આવી, મા તો સામેથી દૂર હતી,
પણ તું દાદી મારી સાથે, મા સમાયેલી પૂર હતી.
તારા પ્રેમે ન ગુમાવ્યું કઈ, જે ઇચ્છ્યું એ બધું આપ્યું,
મારી દરેક ઈચ્છા પહેલા, તું ભગવાનને પાઠવી દીધું.
તું મારા હાથે રમતી, મારી આંખે સપનાં જોતી,
તું મારી ભૂલ પર હસતી, ને પડતો તો પાંખે લેવતી.
એમને બધા કહતા "દાદી", પણ મારી તો તું ‘મા’ હતી,
મારે કયારેય એની ખોટ લાગતી જ નહિ... કેમ કે તું હતી!
આજે તું નથી બાજુએ, પણ તારો પ્રેમ જીવંત છે,
જેમ તું કહે તેમ ચાલું તો લાગે તું આજેય ભવન્ત છે.
કોઈક વાર એકલું લાગે, દિલ પોકારે "બા, તું ક્યાં?"
હોય એ જગ્યા એ શાંતિ હોઈ, પણ તું અહીં તો ખાલી શું થાય?
-vaghasiya