ઘરની બહારનો સફર
જો ફરવા જઈએ તો સારો લાગે, પણ
જો કામ અર્થે જઈએ તો આકરો લાગે.
સવારે નીકળીને સાંજે ઘરે આવવાનું હોય
તો પણ સારો છે ઘરની બહારનો સફર.
પણ જો મહિનાઓ સુધી દૂર છીએ
તો કપાતો નથી ઘરની બહારનો સફર.
ઘરથી દૂર છીએ ને પોતાનું નથી સંગાથે, તો
હર ક્ષણ અધરો છે ઘરની બહારનો સફર.
પણ જો લાંબા ગાળે ઘરે આવવાનું થાય,
તો ક્ષણમાં કપાય છે ઘરની બહારનો સફર.
- Mir