The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમની મોસમનો આ પહેલો વરસાદ મુબારક, સંભળાયતો સાદ નહીં , તો મારી યાદ મુબારક. - Niya
વાહ👌🏻❤️ મૌન સાદ પણ તારો સંભળાય છે, દોસ્ત! લાગણી ભીતરની પરખાય છે.
ઓહો... મુબારક મુબારક... 😊
🌈 ☔ 🌧 *"Happy mansoon..."* વેર્યાં મે બીજ અહીં છુટ્ટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા. *- મકરંદ દવે* 🌈 ☔ 🌧 ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય, હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય. *- હિતેન આનંદપરા* 🌈 ☔ 🌧 ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ; ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતા જઇએ. *- હરીન્દ્ર દવે* 🌈 ☔ 🌧 બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે; અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. *- રમેશ પારેખ* 🌈 ☔ 🌧 ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના, આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે. *-મનોજ ખંડેરિયા* 🌈 ☔ 🌧 મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, એને વરસંતા લાગે છે વાર… પણ, વરસે ત્યારે અનરાધાર… ! ઉપરથી લાગે છે કોરોધાકોર એની ભીતર ઘેરાતું આકાશ, આષાઢી અણસારો ઓળખતાં આવડે તો ચોમાસું છલકે ચોપાસ. *-તુષાર શુક્લ* 🌈☔🌧 સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ, તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે. *- આદિલ મન્સૂરી* 🌈 ☔ 🌧 તૂટી પડશે, ઓથાર છે, બારે મેઘા તૈયાર છે. હેલી આવી છે યાદની, ને શ્રાવણ અનરાધાર છે. *- દિનેશ દેસાઈ* Happy monsoon 🌧️🌧️🌈☔
વાહ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser