"સ્ત્રી માટે રૂપ શ્રાપ કે આશીર્વાદ "
મિત્રો હમણાં એક બેનનો મને ફોન આવ્યો એમને બે દિકરી છે હવે એ ત્રીજી વખત પ્રેગનેંટ છે હવે એમને દીકરો જોઈએ છે એટલે મને કે કચ્છમાં તો કોઈ ડોક્ટર ચેક નથી કરી આપતા કે પેટમાં દીકરી છે કે દીકરો એના માટે અમારે અમદાવાદ જવુ પડશે મેં કહ્યુ હું કહી ના કહુ હું રામાયણ વાંચું એટલે આમાં ના પડું. હવે તમે વિચારો કે જો ગર્ભમાં દીકરી હશે તો પેટમાં જ મારી નાખવામાં આવશે.
"દીકરી ધરતી પર તો સુરક્ષિત નથી
માના પેટમાં પણ સુરક્ષિત નથી"આર્ય"
એટલે આવા સ્વાર્થી સંસારથી મને નફરત થઈ ગઈ છે
ઉંમરલાયક થઈને કદાચ મારા સંતાનો
સન્યાસ લઈ
લેશે તો હું એમને રોકીશ નહિ.
" સ્ત્રી કઈ બાળક ઉત્પ્ન્ન કરવાનું મશીન નથી "
સાત સાત દીકરીઓ જન્મ લે છતાં એ લોકો રાહ જુવે હજી પુત્ર અવતરશે શુ દીકરો ડાયરેક્ટ આંગળી પકડીને સ્વર્ગમાં લઈ જવાનો છે.
ઘણા સમય પહેલા એક બહેન આવ્યા હતા એમને ગર્ભાશય ની કોથળીમાં ગાંઠો થઇ ગઈ હતી એમને દીકરો નહોતો 3 દીકરી
હતી. એ બેન રડી રહ્યા હતા કે એમને છોકરો નથી અને હવે કોથળી કઢાવી નાખવાની છે પતિ તો નહીં પણ કુટુંબ ના
આજીવન સંભળાવશે. કોથળી કઢાવવી પણ ફરજીયાત હતી એમનો જીવ બચાવવા માટે.
સ્ત્રી હોવું જાણે જીવનમાં એક પડકાર છે. એમાંય રૂપ સ્ત્રી માટે આશીર્વાદ કરતા શ્રાપ નું કામ વધારે કરે છે. એક તરફી પ્રેમ માં( એને પ્રેમ તો ન કહેવાય કામ કહેવાય ) એસિડ અટેક કરવું.
કારણ પ્રેમ કોઈ માટે જીવ આપી શકે કોઈનો
જીવ લઇ ના શકે ના કોઈને નુકસાન પહોંચાડી શકે.
તમે વિચારો સ્ત્રી ને ગર્ભમાં મારી નાંખે ત્યાંથી બચી જાય તો એસી એટેક કરી શકે લોકો, ત્યાંથી બચી જાય તો કોઈ પ્રેમ પ્રકરણમાં ફસાવીને મારી નાખે, લગ્ન થાય તો દહેજ ના નામે મારી નાખે, સંતાનમાં પુત્ર ઉત્પન્ન ન થાય તો આજીવન મેળા મારીને મારી નાખે, અમુક જગ્યાએ પુત્ર ના તો બીજા લગ્ન કરી લે એ પુરુષ તો પણ સ્ત્રીએ આજીવન તકલીફમાં જ રહેવાનું, વધારે ભણાવવામાં ના આવે કે ભણીને તમે કરશો શું કારણ કે સમાજને ખબર છે જો સ્ત્રી ભણી ગઈ તો આજે સમાજના બંધનો છે કારણ વગરના એમાંથી મુક્ત થઈ જશે. સ્ત્રી અને પુરુષની વિચારસરણી માં કેટલો ફરક છે તમને ખબર છે.
આ બધા માટે લાગુ પડે છે એવો મારો દાવો નથી પણ અમુક નમૂનાઓ ને તો પડે જ છે
"સ્ત્રી માટે દિયર એટલે નાનો ભાઈ અને
પુરુષ માટે સાળી એટલે આધી ઘરવાળી "
લી. "આર્ય "