ફોન ફોન કરતા ફોન આવ્યો
જોઈ રહ્યો હતો રાહ ફોન આવ્યો
આવ્યો ફોન પણ કોઈ અજાણ્યા નો આવ્યો
નવાઈ થઈ ને ફોન ન ઉપાડ્યો
@કૌશિક દવે
ફરીથી કોઈનો ફોન આવ્યો
નંબર બીજો પણ કોઈ અજાણ્યાનો આવ્યો
પરેશાન કરે છે લોકો માર્કેટિંગમાં
એટલે જ તો ફોન ન ઉપાડ્યો
એક કલાક થયો હવે ફોન ન આવ્યો
હાશ મને થતી, અજાણ્યો ફોન ન આવ્યો
એટલામાં જાણીતા નો ફોન આવ્યો
ફોન ઉપાડ્યો એણે ખખડાવ્યો
નવાઈ થતી એણે કેમ ખખડાવ્યો
પછીથી ખબર પડી એણે જ કર્યો
અજાણ્યો ફોન જાણીતાએ જ કર્યો
કામ હતું પણ ફોન કેમ ન ઉપાડ્યો
ગલ્લાંતલ્લાં કરતો એ બોલ્યો
અજાણ્યો નંબર હતો એટલે ન ઉપાડ્યો
અજાણ્યા નંબરની આ છે ઉપાધી
જાણીતાનો લાગે છતાં ન ઉપાડ્યો
સાવચેતી જ સાવધાની છે
સાયબર ક્રાઇમનો ભય જ છે?
ડિજિટલ એરેસ્ટ થતાં આ જમાનામાં
સાવચેતી જ સાવધાની છે
રિપોર્ટ માટે નંબર યાદ રાખો
ડિજિટલ એરેસ્ટ થતાં જ ફરિયાદ કરો
આપણો જ ભય આપણને મારે
૧૯૩૦ નંબર જરૂર યાદ રાખો
- કૌશિક દવે
- Kaushik Dave