શીર્ષક: "એક કપ ચા સાથે..."
લેખિકા: nk......
રાહુલ મુંબઈના એક હોસ્ટેલમાં રહેતો. રોજની જેમ તે સાંજના સમયે ત્યાંની કેફેમાં ગયો – "ચા વિથ ચાર્મ". ત્યાંની ચા અને શાંતિભરેલું વાતાવરણ એને ખૂબ ગમતું. આજે પણ તેણે ચાની ઓર્ડર આપી અને પછલાં કોણામાં જઈને બેસી ગયો.
ત્યારે એની નજર એક છોકરી પર પડી... સફેદ દુપટ્ટો, હાથમાં ડાયરી, અને ચાહમાં ડૂબેલી આંખો. એ એને ઓળખી ગયો. અન્વી... પાંચ વર્ષ પહેલા કોલેજની કાફેટેરિયામાં એની સામે બેસતી હતી – એ સમયના ભાવનાભર્યા દિવસો, અનકહેલી વાતો અને એક અધૂરી "શુંક".
એમણે ક્યારેય પ્રેમનો ઇઝહાર ન કર્યો હતો, પણ લાગણીઓ ખૂબ ઊંડી હતી. ગ્રેજ્યુએશન પછી બંને અલગ દિશામાં ચાલ્યા ગયા. ન મેસેજ, ન કોલ. જીવન વ્યસ્ત બનતું ગયું.
"અન્વી?" રાહુલ બોલ્યો.
એ ચોંકી ગઈ. આંખોમાં આશ્ચર્ય અને સ્મિત સાથે એ બોલી,
"રાહુલ? અહીં?"
થોડું મૌન હતું... અને પછી વાતો શરૂ થઈ. બે કપ ચા વચ્ચે એમણે આખી જૂની કહાની ફરીથી જીવવી શરૂ કરી. એ પ્રેમ ક્યારેય ખોવાયો ન હતો... બસ અટકી ગયો હતો. આ પાંચ વર્ષમાં બંનેએ ઘણું જોઈં દીધું, પણ લાગણીઓ એની જ જગ્યા પર તાજી રહી.
"તું હવે અહીં રહે છે?" એએ પૂછ્યું.
"હાં, નવી નોકરી છે... આજે કેફે ફર્સ્ટ ટાઈમ આવ્યો. લાગે છે કિસ્મત અહીં લાવી."
અન્વી હસી. "શબ્દો પર વિશ્વાસ ન હતો, પણ આજે લાગે છે કે લખેલું વાક્ય હજુ અધૂરૂ હતું."
ચા ખૂટી ગઈ હતી... પણ વાતો નહીં.
રાહુલ ઊભો થયો, “આ વખતે તો વાતને અધૂરી નહીં છોડીએ ને?”
અન્વીએ આંખોથી હા કહી. એની આંખોમાં ચમક હતી – એવાં પ્રેમની જે સમયથી પર હોય.
દૂર ક્યાંક ઘડીયાળ વાગી… પણ અહીં, સમય થોડો અટકી ગયો હતો.
---
Ant:
કહેવાય છે કે જીવન ઘણું વ્યસ્ત હોય છે, પણ જ્યારે લાગણીઓ સાચી હોય… તો ઈશ્વર પણ એક કપ ચા સાથે સમય પાછો લાવે છે.
---