નયન ભલે ભીંજાય છતાં,
હોઈ આંખ સૂકી એમ પણ બને...
પીડા અસહ્ય હોય રડી ની,
દુનિયા દેખી ન શકે એમ પણ બને ....
ફુલ થઇ કાંટા સંગ રહેવું પડે,
દુઃખ સહેવું પડે,એમ પણ બને...
ન પૂછે છતાં કોઈ આપણી ખબર,
ચુપચાપ રડવું પડે,એમ પણ બને....
હોઠ પર હોઈ મુસ્કાન,
રદય રોતું રહે,એમ પણ બને...
હાસ્ય ની હેલી ચડતી રહે ફરીદા,
મન ની વેદના વિસ્તરતી રહે,એમ પણ બને....