જીવનમાં આવતી દરેક વ્યક્તિ કોઈને કોઈ અંશે આપણને કંઈક શીખવી જ જાય છે. જો શીખવા ન મળે તો અનુભવતો અવશ્ય આપી જાય છે. કોઈ આપણા અંગત વ્યક્તિના આપણા જીવનમાંથી જતા રહેવાથી ખૂબ બદલાવ આવી જાય છે. જીવન એકદમ અસ્તવ્યસ્થ થઈ જાય છે. મનએ પરિસ્થિતિને સ્વીકારી શકતું નથી. જેમ જેમ સમય વીતતો જાય એમ એ દર્દ સાથે જીવવાની ટેવ પડી જાય છે. અને દિવસો વર્ષોમાં બદલી જાય છે. ખૂબ કઠિન આ સમય વિતે છે. અને એક સમય એવો અવશ્ય આવે જ છે જે ફરી આપણા જીવનમાં ખુશીઓ ભરી દે છે. જીવનમાં પેલા જે વ્યક્તિથી ખુશી મળતી એનાથી વધુ ખુશી જીવનમાં અન્ય વ્યક્તિઓથી મળવા લાગે છે.અને ક્યારે એ સ્થાન પર અન્ય વ્યક્તિ બેસી જાય એ ખબર પડતી નથી. પરિવર્તન દર્દનું સુખમાં થવા લાગે છે. અને ધીરે ધીરે ખુશી આપનાર વ્યક્તિ એકદમ અંગત વ્યક્તિ બની જાય છે. વર્ષો ખુશીઓના વીતવા લાગે છે. અને જ્યારે અમુક સમય વીત્યાબાદ જો ભૂલમાં પણ પહેલી વ્યક્તિ. અને પછી આવનાર વ્યક્તિ વચ્ચે તુલના મનમાં થાય ત્યારે કુદરતની લીલા સમજાય છે. ત્યારે એવો મનમાં અહેસાસ અવશ્ય થાય છે કે, કુદરત યથા યોગ્ય પાત્ર જ આપણા જીવનમાં મોકલે છે અને એમને લાગે કે એ પાત્ર કરતાં હજુ ઉત્તમ પાત્ર મારા ભક્તના ભાગ્યમાં હોવું જોઈએ તો એ ફરી એમની લીલા અવશ્ય કરે જ છે. કુદરતનું આપણા માટે જે પણ પ્લાનિંગ હોય એ ઉત્તમ જ હોય આપણા કર્મફળને આધીન હોય છે. આથી જે પણ પરિસ્થિતિ હોય એ જેટલી ઝડપથી સ્વીકારીએ એટલા જલ્દી સુખ અને શાંતિને પામી શકીએ છીએ. જે મળે અને આપણા ભાગ્યમાં હોય એને ખુશી સાથે સાચવતા અને અપનાવતા શીખી જાઓ. ભગવાને જે ધાર્યું એ સ્વીકારવા લાગશો તો તમે ધાર્યું હશે એનાથી વિશેષ તમે ખુશી જીવનમાં મેળવી શકશો.
હોલિકાદહનમાં માતૃભારતી પરિવારના દરેક સદસ્યના કષ્ટ નાશ પામે અને આવનાર નવો સમય ખુશીઓના રંગ આપના જીવનમાં લાવે એવી ખૂબ ખૂબ રંગબેરંગી શુભેચ્છાઓ 😊❤️🙏🏻