શીર્ષક :નારી અસ્તિત્વ
અશક્ય લાચાર છે પાસે તારી,
સદીઓ થી સમય પર તું ભારી;
બધુજ તું કરે ને સઘળું તને આવડે
કિરદાર નોખા તારા નમસ્કાર હે નારી,
છે રાજ તારું સર્વ, થાય એનો ગર્વ;
એક સવાલ ખુંચે, હજી કશું ખૂટે.
તારું ઘર ક્યાં.?.તું બેઘર છે,
છે બે ઘર, છતાં બેઘર છે.;
કોઈ કૂવો પૂરે,કોઈ ખાય ઝેર
દુનિયા ને નારી સાથે કયું વેર?
હજુ કેટલી મરવા ની બાકી?
આ નર્ક માં આવવાની બાકી;
તે અવકાશે મૂક્યો પગ,
પણ રિવાજો થી બહાર ક્યારે?
ભાવના તારી દુઃખતી રગ,
તારા સપના નું સવાર ક્યારે?
હજુ પણ અગ્નિ પરીક્ષા આપીશ તું?
કે સતી થઈ ને ચિંતા માં કુદીશ તું.
હોય ઝાંસી ની રાણી કે સીતા,
કાયમ નો છે એજ સંઘર્ષ તારો,
અસ્તિત્વ ટકાવવાનો કે સાબિત કરવાનો..
જયેશ ગાંધી