સમય સાથે બધું બદલાય જાય છે. શું ખરેખર બદલાય જાય છે? ના.. બસ એ સમય સાથે જીવવાની ટેવ પડી જાય છે. જે પરિસ્થિતિ ને બદલી આગળ નીકળી ગયા હોઈએ એ પરિસ્થિતિથી આસાનીથી ક્યાં અલગ થઈ શકાય છે? ચારણી સમાન જાત ચાળ્યા બાદ પણ અમુક અપ્રિય બનાવ રૂપી દર્દીલું ખંજર મન પર ભોંકાયા જ કરે છે. ભલે જીવનમાં આગળ વધતા રહીએ છતાં એ રગે રગમાં વિંટળાઈ ગયેલ દરેક પળ શાંતિથી જીવવા તો નથી દેતી પણ મરવા પણ નથી દેતી! અને આ કડવી હકીકત સાથે જીવવું એ જાણે રોજ ઘૂંટડો ઝેરનો પીતાં જવું અને છતાં મૃત્યુથી ઝઝૂમતા રહેવા જેવી સ્થિતિ હોય છે! અને આ સ્થિતિમાં પણ ચહેરે હાસ્ય રાખી સામાન્ય દેખાવનો રોલ ભજવતા જીવનને સ્વીકારી સંસારમાં આપણી ફરોજો બજાવવી પડે છે! જીવનના અંતે કદાચ કુદરત પણ શમણે આવી કહી જાય કે, "પરીક્ષા હું ભક્તની આસ્થાની લેતો હતો કે ખુદ મારા અસ્તિત્વની?"
જીવનમાં કોઈ પણ વળાંક આવે જાતને એટલી મજબૂત રાખવી કે એ દરેક પરિસ્થિતિને સહર્ષ સ્વીકારી શકે!
- ફાલ્ગુની દોસ્ત
જય શ્રી રાધે કૃષ્ણ 😊🙏🏻