આંસુઓને ક્યાં પાળ છે
બસ એ તો અણધાર્યા જ વહી જાય છે
ન જોવે સમય સંજોગ કે પરિસ્થિતિ
બસ એ તો અનરાધાર વહી જાય છે
પણ ક્યારેક તો જાણે અનાવૃષ્ટિ આવે છે
તો ક્યારેક વળી અતિવૃષ્ટિમાં ફેરવાઈ જાય છે
એ તો જ્યારે એકાંત મળે છે
ત્યારે એમનેમ જ વહી જાય છે
આંસુઓને ક્યાં પાળ છે
એ તો અવિરત વરસીને જાણે હૃદય હળવું કરી જાય છે
અને ભીતરનો ખાલીપો જાણે બહાર છલકાઈ જાય છે...
- Bindu