મળીએ તો આપણે રોજ છીએ પણ આમ ક્યાં પ્રત્યક્ષ મળાય છે..
હેત તો આપણને એકબીજા પ્રત્યે અપાર છે પણ ક્યાં વર્તાય છે
ખાલી તમારા એક ચેહરાનું સ્મિત જ
મારા માટે આખા દિવસની ઉર્જા પૂરી જાય છે
ક્યારેક મેડમ તો ક્યારેક માં કહીને બોલાવો છો
અને વળી પૂછો છો કે અમને તમે દીકરીઓ કેમ કહો છો?
બોલો જોઈએ આ તમારા જ પ્રશ્નમાં
તમારો તમને ઉત્તર નથી મળી જતો
(મારી વ્હાલી દીકરીઓ કે જે ધોરણ નવ દસમાં અભ્યાસ કરે છે તેમને સમર્પિત..)
- Bindu