એક ક્લિકમાંજ લાગણીઓ બદલાઈ જાય,
સ્વપ્નમાં હતું જોયું, હકીકત પણ બની જાય.
અધર પર અધર ભીડાઈ દુનિયા ભૂલી જવાય,
કમર પર હાથ સરકે ને ભીંસમાં સમાઈ જવાય.
આંખનાં પલકારે બેડ પર, બાહોમાં પડી જવાય,
ભાન ના રહે દુનિયાનું, એકમેકના બની જવાય.
ખૂલી જાય કેશ ને દેહના આવરણ પણ દૂર થાય,
એક શ્વાસમાં વિશ્વાસ, બેવ એક બની રહી જવાય.
બસ આ જ લાગણીઓ, આ જ પ્રેમ, તું અને હું,
એક ક્લિકની રાહ બાકી થાય દુનિયા ભૂલી જવાય.
ધબકાર...