કોઈ તમારા વિશે શું વિચારશે એ વિશે તમે જો વિચારશો તો પછી તમે તેનું જ કામ કરી રહ્યા છો.
આપણી જીંદગી આપણે આપણી યોગ્ય રીતોથી જીવવાની છે, કોઈ અન્ય વ્યક્તિઓની ઇરછાઓ ધારણાઓ કે તેમની પસંદગી મુજબ જીવવામાં ક્યારેક આપણી જીંદગીની પસંદો જાતે જ મારવી પડે છે.
કોઈને નડતરરૂપ ના બનીને જો જીવન જીવાતું હોય અને તેમ છતાં કોઈને તમારી જીંદગી થી પ્રશ્નો હોય કે સમસ્યા હોય તો સમસ્યા એ તમારી નથી તે વ્યકિતની છે.
આપણા વિચારો આપણે અન્ય વ્યક્તિ પર ખોટી રીતે કદી ના થોપી શકીએ, જે રીતે આપણને કોઈ આપણી જીંદગીમાં ખોટી દખલગીરી કરે તો ગમતું નથી તો પછી અન્ય વ્યકિતને પણ ક્યાંથી ગમવાનું?
દરેક વ્યકિતની નિજી જીંદગી હોય છે તેમાં તેની સ્વતંત્રતા હોય છે,આપણે તેમાં ખોટો હસ્તક્ષેપ કરીને શાંત પાણીમાં પથ્થર મારીને વમળો ઉત્પન્ન કરવી ના જોઈએ.
આપણે કોઈ વ્યક્તિનાં વિચારોથી સમસ્યા છે અને તે વ્યક્તિ સાથે આપણી મિત્રતા છે તો પછી તેનાથી એક નિશ્ચિત દુરી બનાવી લેવી જોઈએ.જો તે વ્યક્તિ આપણાં જ ઘરનું સદસ્ય છે તો તેને સમજાવી જોઈએ અને ના સમજે તો પછી આપણે તેને તેના હાલ પર છોડી દેવું જોઈએ.
તે વ્યકિતની વિચારસરણી કદાચ આપણાથી અલગ હોય શકે છે, આપણે પછી તે વ્યકિતને ખોટી રીતે પરેશાન કરવું ના જોઈએ અને જો તે વ્યકિત સાથે આપણે કોઈ પરિચય જ નથી તો પછી આપણે નાહકનું ટેન્શન લેવાની જરૂર નથી.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ શપથ લે અને આપણે બાઈડન ની ચિંતા કરીએ કે હવે તેમનું શું થશે તો પછી આપણે વગર કામનું આપણા દિમાગને પરેશાન કરી રહ્યા છે, તેમાં પેલા બન્ને જણનું કોઈ નુકશાન નથી નુકશાન આપણું જ છે કે આપણે તેમનાં વિશે વિચારી રહ્યા છે,તે કશું જાણતા પણ નથી હોતા.
આપણે આખી દુનિયા નું જોવાં જઈશું તો આપણી જ દુનિયા હેરાન થશે કેમ કે દુનિયામાં બનતી દરેક ઘટના આપણા મન મુજબ કે આપણા જ વિચારો મુજબ બનતી નથી કે બનવાની નથી,
દરેક ની ધારણાઓ, માન્યતાઓ કે વિચારો અલગ અલગ રહેવાનાં કોઈ દફનાવી ને દુઃખ ભુલે છે તો કોઈ સળગાવીને સ્વજનની મુક્તિ ઇરછે છે બસ દરેક તેમનાં વિચારો મુજબ જીંદગી જીવતું હોય છે.
આપણે પારકી પંચાયત કરીને પોતાનો સમય બગાડવાનો અને અન્યનું ખોટું બોલવાનું બન્ને તરફથી ખોટનો ધંધો કરીએ છીએ, દિપીકા પાદુકોણ રણબીર કપૂર સાથે બોલતી હતી અને રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા તો તેને ખોટું કર્યું, તે સારી વ્યક્તિ નથી વગેરે ના કામની ચર્ચા કરીને આપણે સમય જ બગાડીએ છે.
તે તેની રીતે સ્વંત્રત છે તેને કદાચ તેની પરિસ્થિતિ પ્રમાણે નિણર્ય લીધો હોય આપણે કોણ કે તે વ્યક્તિ ને સારી કે ખરાબ કહી શકીએ.
ખુદની જીંદગીની કિતાબ ખિતાબ મળે એ રીતે લખી કાઢો.
અન્યની કિતાબો ના પાનાં ફાળવાની "દાનત" કાઢી નાખો.