એક એક અંગ ઉપાંગની મુલાકાત મેં લીધી,
વાત જે હતી મનમાં એ રૂબરૂ મેં આમ કીધી.
પ્રણય હતો, વ્યક્ત થતો રહ્યો મારા શબ્દોમાં,
મળ્યો હું એને, સમજાવી જે વાત હતી સીધી.
કશ્મકશમાં હતી એ રૂપ જોઈ આ મારું અધીરું,
તૃપ્ત થતાં આંખ મીચી જાણે હતી મદિરા પીધી.
હોશમાં આવી હતી, સવાર પડતાજ આ રાતની,
સ્વપ્નમાં જે મળ્યું એની ઝલક આંખ મીચી લીધી.
ધબકાર...