જગતના જખ્મોને સતત સહેવા મથું છું.
હું પણ આપને બસ કૈંક કહેવા મથું છું.
જ્યાં પાથર્યો પ્રેમ ત્યાંથી જ પરાસ્ત થયો,
બનીને પ્રેમવારિ સઘળે હું વહેવા મથું છું.
તોબાતોબા આ દુનિયાદારી રીતરસમથી,
હારનું કારણ આત્મમંથને સમજવા મથું છું.
નથી કૈં ઊપજતું તમારી લાગણીશીલતાનું,
સ્વાર્થની સંકુચિત ગલીથી છૂટવા મથું છું.
જીત તમારી તમને મુબારક હો અજનબી,
કાવાદાવાના કરિશ્માને હવે ભૂલવા મથું છું.
મળો જો સામા કદી રસ્તે જતાં બોલાવું છું,
સંબંધ ના માનશો એટલું બસ કરવા મથું છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.