જીવન તો એવાં લોકો જીવી જાય છે
આ ધરતી પર કે જે જતા પહેલાં,
સારી કે ખરાબ, જમાનાને
પોતાની સાચી ઓળખ
આપીને જાય છે,
એ લોકો નહીં કે જે,
આખી જિંદગી ચહેરા પર
ચહેરો લગાવી જીવે જાય છે.
ને છેલ્લે સુધી પણ પોતાની
સાચી હકીકત સાથે લઈને
જાય છે. અરે યાર આપણે,
કે આપણી પરિસ્થિતિ......
જે છે, એ છે એમાં શરમ,
સંકોચ, કે પછી
દુ:ખ કઈ વાતનું ?