"મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી,
વિચારોને પાંખ અને કલમને વાચા આપી છે
મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી
ઊંઘની અવસ્થામાં પણ સજાગતા અપનાવી છે
મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી
મેં નિષ્ફળતાને પણ ઉદારતાથિ સ્વીકારી છે
મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી
મનના આવેગો ને પણ દિશા બતાવી છે.
મૌન છું એનો મતલબ એ નથી કે શબ્દ નથી..."