જે ઉમળકો તને મળવાનો મને છે એ કદાચ તને ન પણ હોય,
જે લાગણી મારા મનમાં રોપાયેલી છે એવી કદાચ તને ન પણ હોય,
જે ક્ષણ જુદાઈની તડપમાં વીતી એ તડપ એવી કદાચ તને ન પણ હોય,
દોસ્ત! છતાં જાણું છું મળ્યા બાદ જે ફરિયાદ તને છે એ પછી એવી કદાચ તને ન પણ હોય!
- ફાલ્ગુની દોસ્ત