કશુંક પામી જવાના પ્રયાસો, કશુંક મેળવવાની જિજીવિષાઓ...
જીવન જીવવાની જિજ્ઞાસાઓની વચ્ચે વણઉકેલાયેલા વિચારો...
દોડી ને ઘડીક સામે આવી જતી એ વિતેલી ક્ષણો,સાથે જ નજરની સામેથી ન જતી વર્તમાનની દુવિધાઓ...
એક નજર કરતા જ દેખાતી અંધકારમય ભવિષ્યની પળો...
બસ આ જ કહી શકાય જીવનની ઘટમાળ!?