Quotes by Kavita in Bitesapp read free

Kavita

Kavita Matrubharti Verified

@kavitaahir


સબંધોનાં સરવાળા ને ગણિત ઘણું અલગ છે. સબંધો ની ટકાવારી અને પ્રમાણ પણ ઘણું અલગ છે, તેમાં કયારેય 50:50 નું પ્રમાણ કામ નથી લાગતું. એવું કરવા વારી વ્યક્તિ ખરેખર સબંધ નિભાવવાનું પણ નથી જાણતી. તેમાં ક્યારેક 90% એક વ્યકિત આપે તો બીજી 10% , એને સમય ની સાથે આ પ્રમાણ પણ બદલાતું રહે છે.

Read More

હું દરેક સંબંધોની હોડમાં હંમેશા હારી જાઉં, કારણ શોધ્યું ત્યાર ખબર પડી કે મને સંબંધો માં Replacement કરતાં જ નથી આવડતું..
ને મારી આસપાસ ના બધા લોકો એમાં માહીર છે.

Read More

અધૂરાશ
રઇ ગઈ એ વાતો અધૂરી, જે કરવી હતી જીવનની કોઈ નવરાશની પળોમાં..
હતી એ લાગણીઓ પણ અધૂરી જે મારું ગણાવી ને પણ મારી ન થઈ...

Read More

કશુંક પામી જવાના પ્રયાસો, કશુંક મેળવવાની જિજીવિષાઓ...

જીવન જીવવાની જિજ્ઞાસાઓની વચ્ચે વણઉકેલાયેલા વિચારો...

દોડી ને ઘડીક સામે આવી જતી એ વિતેલી ક્ષણો,સાથે જ નજરની સામેથી ન જતી વર્તમાનની દુવિધાઓ...

એક નજર કરતા જ દેખાતી અંધકારમય ભવિષ્યની પળો...
બસ આ જ કહી શકાય જીવનની ઘટમાળ!?

Read More

સંબંધોની પરાકાષ્ઠા
ચાલી ગઇ વિચારોની વટમાળા ને બસ હું જોતી જ રઇ ગઈ
હતું અડગ ,રેસે હંમેશા, એતો થોડા પવનથી જ ઊડી ગયા..
હું વિચારોના વમળમાં ફસાઈ ગઈ ને એતો આકાશ ને પણ આંબી ગયા..
હું તો લાગણીઓના મોતી પરોવતી રઇ ગઈને એતો તાંતણ તોડીને જ ચાલ્યા ગયાં...!

Read More

જીવનની અમુક હકિગત સ્વીકારી લઈએ તો, જીવન માણવામાં સહેલાઇ થઇ જાય. એમાંની એક હકીગત એ જીવન માં કંઈ જ સ્થાયી નથી, એ પછી કોઇ પ્રિયજન હોય પ્રિય સબંધ , પ્રિય પાત્ર કે પ્રિય વસ્તુ. કોઈ બેઉ ગમતા Hill Station પર ઘણી વાર જવાથી એક અજીબ અણગમો થઈ જાય છે. કોઈ એવું સુખ જે આપણું અભિમાન બની ગયું હોય એ પણ સમય સાથે ઉતરી જાય છે. એવો સબંધ જે હંમેશા તમારી હિંમત બન્યો હોય પરંતુ સમય સાથે એ સબંધ વર્તમાનમાં દુઃખનું કારણ બની જાય છે. જીવન માં કોઈ પણ પરિસ્થિતિ સ્થાયી નથી રેવાની એટલે એના પર અભિમાન કે દુઃખ ના કરવું જોઈએ.

Read More

અજાણ્યા કોઇ વ્યકિતને મળવુ , ને એજ વ્યક્તિ ને સૌથી વધારે જાણતા થઈ જવું. સવાર ના ગુડ મોર્નિંગ થી લઇ ને રાત ના આવેલા સપનાં સુધીની વાતો ની આપ લે, અને આવતી કાલ ના schedul થી લઇ ને ગઇ કાલના થાકેલાં અનુભવ પછી પણ એ વ્યક્તિ જોડે વાત કરવાથી અનુભવ થતો સંતોષ . આટલું બધુ થયા પછી પાછું અજાણ્યા બની જવું શું સહેલું હોય છે?

Read More

શરૂઆત
જીવનમાં હંમેશા આપણે બોલતા હોઈએ કે સાંભળતા હોઈએ આજે એક નવી શરૂઆત કરવી છે, શું હંમેશા નવી શરૂઆત કરવી જરૂરી હોય છે? શું આપણે જ્યાં હોઈએ ત્યાંથી પાછું ચાલુ ના કરી શકીએ? ,શા માટે નવી શરૂઆત માટે ની જિદ્દ કરવી?
ને ખરેખર નવી શરૂઆત માં કઈ નવું હોય છે કે બસ કેવા માટે ની જ શરૂઆત હોય છે ?

Read More

સબંધ
શું ખરેખર સબંધો સાચવવા અઘરાં છે? કે , પછી આપણે સાચવતા નથી કે ? આપણે સાચવવા માંગતા જ નથી..!
કે ખરેખર દરેક સબંધ કંઈક ને કંઈક સ્વાર્થ માટે જ હોય છે એવું છે? આજે મારો આ સ્વાર્થ પૂરો થઇ ગયો તો તે વ્યક્તિ જોડે ના સંબંધ પર પણ પૂર્ણવિરામ આવી ગયું. હા સબંધો સાચવવા અઘરાં જરૂર છે જો કોઇ સાચવવાં માંગતું હોય તો, પણ કોઇ વ્યક્તિ સાચવવાં ના માંગતું હૉય એના માટે સ્વાર્થ જ જરૂરી છે સંબંધ નહી.
સબંધો માં અલ્પવિરામ જરૂર હોય શકે પરંતુ પૂર્ણવિરામ આવે ત્યારે સમજી લેવું જોઈએ કે સામે વારું વ્યક્તિ સ્વાર્થ ના લીધે જોડે હતા. જો એ જાણ્યા પછી પણ તમે સંબંધ બચાવવાની કોશિશ કરો છો તો e કારગત નીવડતી નથી.

Read More