The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
”વિશ્વ નિમાર્ણની શરૂઆત બ્રહ્માથી થઈ, તેમાં ઉન્નતિ શ્રી હરિ લાવ્યા, વિશ્વઅંત રુદ્ર દ્વારા થયો.” આવું હું એક જીવન ચાહું જેની શરૂઆત આર્ય અને રિધ્ધી અંત છે. તેથી વધુ સુંદર આ જીવન આર્યરિધ્ધી છે. -અવિચલ પંચાલ
જીવન એકલવાયુ લાગે ત્યારે, જયારે પોતાનું દૂર થાય. ડર નથી પોતાની જિંદગી ગુમાવવાનો બીક છે ફક્ત પોતાના પ્રિયજનથી વિખૂટા થવાની
બાળપણની યાદ - 2 આ 2010ની વાત છે જ્યારે હું ધોરણ 8મા અભ્યાસ કરતો હતો. તે સમયે મારો એક ખાસ મિત્ર સત્યજીત મારી સાથે જ અભ્યાસ કરતો હતો. તે મારા ગામમાં જ રહેતો હતો. સ્કૂલ સિવાયના બાકીના સમયે તે મારા ઘરે જ રહેતો. તે સમયે અમે બંને સાથે ટીવી પર કાર્ટૂન જોતાં કે પછી હોમવર્ક કરતાં. પણ અમે સાથે મળીને કોઈ કામ કરતાં હોય તે મારી બહેનથી સહન થતું નહીં. એટલે કોઈ વાર મારી બહેન વિલનનું કામ કરતી. તે સત્યજીતને કોઈ બહાનું કાઢીને ઘરે જવા માટે કહેતી કે પછી સત્યજીતને પોતાનું હોમવર્ક કરવામાં મદદ કરવા માટે કહેતી. પણ એકવાર મે અને સત્યજીતે તેનો બદલો લઈ લીધો. એક દિવસ મારા મમ્મી પપ્પા ઘરે નહોતા ત્યારે સત્યજીત મારા ઘરે આવ્યો. બપોરનો સમય હતો અને શુક્રવાર હોવાથી લાઇટ નહોતું. એટલે ટીવી બંધ હોવાથી હું હોમવર્ક કરતાં કરતાં મારા મનપસંદ કાર્ટૂન Ben10 નું હિન્દી સોંગ બોલતો હતો એટલે મારી બહેન ઘરકામ કરતાં કરતાં મારી સાથે તે સોંગ ગાવા લાગી. પણ મારું ધ્યાન મારી બહેન તરફ ગયું નહીં. પણ સત્યજીતે આ સાંભળીને મને ચૂપ થઇ જવા માટે ઈશારો કર્યો એટલે મે આગળ બોલવાનું બંધ કરી દીધું પણ મારી બહેને તે આખું સોંગ પૂરું કર્યું. થોડી વાર પછી મે ડોરેમોનનું ગીત ગાવાનું શરૂ કર્યું એટલે મારી બહેને પણ સાથે જ તે ગીત ગાવાનું શરૂ કરી દીધું. આ વસ્તુ ચારથી પાંચ વાર રિપીટ કરી અને દરેક વખતે મારી બહેન આખું ગીત પૂરું કરતી. ફક્ત કાર્ટૂન જ નહીં પણ કોઈ ફિલ્મનું ગીત હોય તે પણ આખું ગીત ગાઈ લેતી. પણ તેને આ વાતનિ ખબર રહેતી નહોતી. ત્યાર પછી જ્યારે પણ મને કે સત્યજીતને કોઈ ગીત સાંભળવાનું થાય એટલે ફક્ત તે ગીતની એક જ લીટી બોલતાં અને આગળનું આખું ગીત મારી બહેન પૂરું કરતી. એટલે મારી બહેન એ ઘરનું સ્પીકર છે જે લાઇટ વગર ચાલે છે. સાચું કહ્યુંને વટાણી ? 🤣🤣🤣🤣🤣🤣
આ મારી no. 1 દુશ્મન એવી મારી મોટી બહેનની છે. હું સાતમા ધોરણમાં હતો ત્યારે મારા ઘરે નવું ટીવી લાવ્યા હતા. મને પહેલાંથી જ ટીવી જોવાનો ખૂબજ શોખ. એટલે દરરોજ સ્કૂલમાં ઘરે આવું એટલે તરત જ ટીવી ચાલુ કરીને કાર્ટુન જોવા માટે બેસી જતો. રવિવાર કે બીજી કોઈ રજા હોય તો એ આખો દિવસ ટીવી પર કાર્ટૂન જોવામાં જ પસાર થઈ જતો. દરેક ચેનલ પર મારા અલગ અલગ મનપસંદ કાર્ટૂન ચાલતાં હોય. એટલે મારી બહેન હું ટીવીનું રિમોટ આપતો નહીં. એટલે દિવસમાં એકવાર રિમોટ માટે તેની સાથે લડાઈ થતી અને જો કોઈ દિવસ લડાઈ ના થાય મમ્મીને પણ નવાઈ લાગે. હું આઠમા ધોરણમાં આવ્યો એટલે પપ્પા જ્યારે સેટઅપ બોક્સનું કાર્ડ પોતાની સાથે લઇ જતાં. જેથી હું ટીવી ના જોઈ શકું. અને જો કોઈવાર પપ્પા કાર્ડ જવાનું ભૂલી જાય બેન પપ્પાને કાર્ડ લઈ જવાનું યાદ કરાવે. એટલે પછી પપ્પા બહાર જાય એટલે તેની એકવાર ધુલાઈ કરી જ નાખું. જ્યારે પણ પપ્પા સેટપબોક્સનું કાર્ડ લઈ જતાં ત્યારે હું ગુસ્સે થઈને કઈ પણ તોફાન કરતો. જેમ કે પાણી પીવા માટે ફ્રિજનો દરવાજો ખોલું તો દરવાજો જોરથી બંધ કરતો. મમ્મી કઈ કામ કરવાનું કહે તો બેનને એક તમાચો મારીને ઘરની બહાર ભાગી જતો. આમ એકવાર બહેને પાણી પીવા માટે ફ્રીજનો દરવાજો ખોલ્યો તો ભુલથી તેણે ફ્રીજનું હેન્ડલ તોડી નાખ્યું. પણ કોઈએ તેને આમ કરતાં જોઈ નહીં. એટલે તેણે હેન્ડલ પાછું પહેલાંની જેમ ગોઠવી દીધું. પછી જયારે મેં પાણી પીવા માટે ફ્રિજનો દરવાજો ખોલ્યો ત્યારે સીધું હેન્ડલ મારા હાથમાં આવી ગયું અને તે સમયે પપ્પા ઘરે હતાં એટલે તેણેપપ્પાને કહ્યુંકે અવિચલે ફ્રીજનું હેન્ડલ તોડી નાખ્યું. એટલે પછી પપ્પાએ મને પનીશમેન્ટ આપી. પણ આજે આ વાત બાળપણની એક સુંદર યાદ બની ગઈ છે. અને હા dk ઉર્ફે વટાણી હું બીજી કોઈ વાત ભુલ્યો નથી. મારી ડાહી હિટલર જેવી બહેન.
છે એક અનોખી દાસ્તાન તારું સંપૂર્ણ જીવન હિમાલય સમાન ઊંચાઈ મહાસાગર જેટલી ગહેરી છે તારા મનની પ્રકૃતિની તકલીફ જેવી છે તારા શરીરની પીડા ધરતીના આંસુ સમાન છે તારા હદયની મનોવ્યથા જરૂર છે તને, એક સાચા સાથીની ખોટ છે તને, એક સાચા મિત્રની
ખોવાઈ ગયા એ રસ્તા જેની મંઝિલ તું હતી તૂટી ગયો એ વિશ્વાસ જેનો શ્વાસ તું હતી હારી ગયો એ જીવન જંગ જેનું પરિણામ તું હતી હજુ જીવંત છે એક આશ જેના પર નામ છે તારું દુનિયા આખી માટે છે અનેક નામ તારા પણ મારા એકમાત્ર તું શ્રી છે
દ્વાપરકાલનો અંત કલીનો આરંભ પરીક્ષિતનું નિધન ધર્મની ક્ષીણતા કલીની ચરમસીમા અસત્યની મહત્તા કલ્કિનું આગમન કલીનું પતન ધર્મની પુન:સ્થાપના
“મારી ચાહત છે તું, મારી મહેચ્છાઓનું પરિણામ છે તું, પરમપિતા પાસે એકમાત્ર માંગણી છે તું, મારું અંતિમ લક્ષ છે તું.” From મેઘા : The Quest of Krishnapriya -અવિચલ પંચાલ
“હું ક્યારેય હાર નહીં માનું, મારું હારવું અશક્ય છે. દરેક યુદ્ધમાં, ઘટના અને સંજોગોમાં ઉત્તમ પરિણામ મળે તેમાં મારી જીત છે. આ મારા આરાધ્યદેવ ના આશીર્વાદ છે.” - આર્યવર્ધન : The Legend of VishnuAnsh -અવિચલ પંચાલ
ન જન્મ ન મૃત્યુ અજન્મા મૃત્યુંજય મહાદેવ આપને શત શત નમન રુદ્રદેવ હે ત્રિલોકનાથ કૈલાસપતિ ભક્તોના ભોળાનાથ આશુતોષ આપને શત શત નમન શિવાય હે નૃત્યદેવ નટરાજ શક્તિના સ્વામી મહાશિવ આપને શત શત નમન જતીન હે કાલવિજયી મહાકાલેશ્વર ડમરુંવાદક મુક્તિદાતા મહાદેવ આપને શત શત નમન રામેશ્વર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser