જીવનનાં કોઈપણ તબક્કે.....
નાપાસવાળી અનૂભૂતિ આપણને
હતાશ, ઉદાસ, કે નિરાશ
કરવા માટે નથી આવતી,
એતો આવે છે,
આપણી ઉપર પાસિંગ માર્કસે પાસ થયાનું
કે પછી
પ્રમોશન લેવલે પાસ થયાન,ું
અથવા તો
રહેમ નજરે ઉપર ચઢાવવામા આવ્યા છેનું
લેવલ ન લાગે,
એટલાં માટે આવે છે, ને એટલેજ
આપણે આપણાં જીવનમાં
અમૂક જગ્યાએ નાપાસ થતાં હોઈએ છીએ.
જેથી કરીને.....
આપણે ભવિષ્યમાં ખૂબ સારા માર્કસે પાસ થઈ,
ઉચ્ચમાં ઉચ્ચ પરિણામ સાથે ઉત્તીર્ણ થઈ શકીએ.
માટે આવા સમયે તો ખરેખર આપણે ખૂશ રહીને
એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે
જેણે આપણને નાપાસ કર્યા હોય.