જીવનની અમુક હકિગત સ્વીકારી લઈએ તો, જીવન માણવામાં સહેલાઇ થઇ જાય. એમાંની એક હકીગત એ જીવન માં કંઈ જ સ્થાયી નથી, એ પછી કોઇ પ્રિયજન હોય પ્રિય સબંધ , પ્રિય પાત્ર કે પ્રિય વસ્તુ. કોઈ બેઉ ગમતા Hill Station પર ઘણી વાર જવાથી એક અજીબ અણગમો થઈ જાય છે. કોઈ એવું સુખ જે આપણું અભિમાન બની ગયું હોય એ પણ સમય સાથે ઉતરી જાય છે. એવો સબંધ જે હંમેશા તમારી હિંમત બન્યો હોય પરંતુ સમય સાથે એ સબંધ વર્તમાનમાં દુઃખનું કારણ બની જાય છે. જીવન માં કોઈ પણ પરિસ્થિતિ સ્થાયી નથી રેવાની એટલે એના પર અભિમાન કે દુઃખ ના કરવું જોઈએ.