Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલું ખાવું,શું ખાવું,ક્યારે ખાવું, એ આપણા હિન્દુ ધર્મના ગ્રંથોમાં લખેલું જ છે, પાણી કેટલું પીવું, કેટલી માત્રામાં પીવું, અને ક્યારે પીવું, આ બધી વાતોનો આપણો શરીર કુદરતી રીતે સંકેત આપે જ છે, છતાં જો સમજાવવું પડતું હોય,

તો ગધેડો હોય ને એને ખબર પડે છે કે કેટલું, ખાવું ક્યારે, શું ખાવુ ,પાણી ક્યારે પીવું, અને આ કઈ અભણ લોકોને નથી સમજાવવું પડતું ભણેલા ગણેલા સમજાવું પડે છે,

અમુક લોકો તો પાણી પીવા માટે ટાઈમ સેટ કરે છે 30 મિનિટે પાણી પીવું, ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે ભૂખ નથી લાગતી, આખો દિવસ કંઈક ને કંઈક ખાયા કરે, હવે ક્યાંથી લાગે.

અમુક લોકો એમ કહે નિંદર નથી આવતી, આખો દિવસ સુતા હોય પછી રાત્રે નીંદર ક્યાંથી આવે, મોબાઈલ ફોન વધારે જોવે મગજ અશાંત થઈ જાય પછી મગજ શાંત થાય ત્યારે નીંદર આવે ને,

જો તમે કુદરતની રીત પ્રમાણે ચાલશો તો જિંદગીમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય,

ક્યારે જોયું છે કે ગાય ને કેલ્શિયમ ઓછું થયું હોય, ગધેડા ને નીંદર ની ગોળી ખાઈને સૂતા જોયું, વાઘઃ એ એસીડીટી ની ગોળી ખાધી. સિંહને ક્યારેય અશક્તિ આવે. કાગડાને ફિલ્ટર પાણી પીતા જોયું કે સાદું પાણી પચતું નથી પીવાથી પેટમાં દુખે છે ફિલ્ટર પાણી પીવું. ઊંટ ને ગ્લુકોઝ ના બાટલા ચડતા જોયા. કોઈ જાનવર ને સિઝેરિયન થી બચ્ચા ને જન્મ આપતા જોયું.

જાનવરોને ભગવાને આડા બનાવ્યા છે છતાંય સીધા ચાલે છે. ઇન્સાનને ભગવાને સીધો બનાવ્યો છે છતાંય આડો ચાલે છે. આ બધી પરેશાની હોય એટલે જ થાય છે.

માટે પ્રકૃતિના નિયમોને આધારે ચાલો તો કોઈ પરેશાની નથી. શું ખાવું, ક્યારે ખાવું, ક્યાં ખાવું, એ તમને ખુદને ખબર હોવી જોઈએ .

તમારી તાસીર શું માફક આવે છે, શુ નથી આવતું. આ તમને ખબર હોય ને કાં તમારી માતાને ખબર હોય, સો વર્ષ પહેલા આપણા બાપદાદા ને શીખડાવું પડતું હતું. કે શું ખાવું શું ના ખાવું.
અત્યાર ના લોકો જાહેરાતોથી બહુ છેતરાયા રાખે છે. ક્યા આપકી કોલગેટ મેં નમક હૈ, ક્યા આપકી કોલગેટ મેં નીમ હે, ક્યાં આપકી કોલગેટ ને ચારકોલ હૈ.

શુ આપડા વડવાઓ લીમડાનું દાતણ નહોતા કરતા. શુ આપણા વડીલો દાંતે મીઠું નહોતા ઘસતા. શુ આપણા પૂર્વજો જે ચુલા પર રસોઈ બનાવતા એ ની લક્ષ્મી લઈને દાંતે નહોતા ઘસતા.

Bournvita ને દૂધમાં ભેળવો અને દૂધની શક્તિ વધારો. આમાં બેવકૂફ કોણ બને છે?. આપણે જ ને.

દૂધ સંપૂર્ણ આહાર છે. એને બોર્નવિટાની શક્તિ ની ક્યાં જરૂર છે. કોઈ કંપનીએ ક્યારેય એવું કીધું કે,બોર્નવિટા ને પાણીમાં ભેળવો અને પાણીની શક્તિ વધારો.

માટે જિંદગીની વાર્તા ને સમજો. લોભામણી જાહેરાતો થી સાવચેત રહો.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111940613
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now