દુનિયા શું કહેશે એનો વિચાર છોડી દયો મિત્રો. તમને જે યોગ્ય લાગે એ કરો.
"દુનિયાં કોઈને શાંતિ થી જીવવા દે એમ નથી "
દુનિયા ખુદ પાસે શાંતિ છે નહીં અને
બીજાને શાંતિથી જીવવા દે એમ છે નહિ
જો તમારું વજન વધારે હશે, તો દુનિયા કહે સે ખાઈ
ખાઈને જાડિયો થઈ ગયો છે થોડોક વજન ઘટાડ.
જો તમે પાતળા હશો,તો કહેશે પતલુ પાપડ
જેવો છે કંઈક ખાવા પીવાનું રાખ વજન વધાર.
જો તમે આખો દિવસ ભણવામાં વ્યતીત કરશો
તો કહેશે આ તો ભણતર નો કીડો બનીને ઘરમાં જ બેઠો છે ક્યાંક બારે નીકળતો બહારની દુનિયા પણ જોવા મળે
જો તમે બારે ફરશો
તો કેસે બારે શું દાટ્યું છે આ સમય ઘરમાં રહીને
ભણવામાં ધ્યાન આપ તો આગળ જતા તને કામ આવશે
જો તમે વધારે બોલશો
તો કહેશે આ કેટલું બોલ બોલ કરે
છે થોડોક ચૂપ રહેતા શીખ
જો તમે ચુપ રહેશો. તો કહેશે આના મોઢામાં તો જીભ જ નથી બોલે એના બોર વેચાય અને આમ આખો દિવસ ચૂપચાપ રહેવું કેમ ગમે છે
જો ઘરે પડ્યા રહેશો.તો કહેશે
આ તો આખો દિવસ ઘરમાં જ પડ્યો રહે છે.
બારે જશો. તો કહેશે આનો ટાંટિયો ઘરમાં ટકતો જ નથી
જો તમે ગરીબ હશો. લોકો મજાક ઉડાવશે
બિચારો ગરીબ છે
પૈસાવાળા થઈ જશો. તો કહેશે પૈસાનો પાવર તો જો
જો તમે બધાયની સાથે વાત કરશો. તો મૂરખ સમજશે
જો કોઈની સાથે વાત નહીં કરો તો,
ઘમંડી સમજ શે
જો તમે ભગવાનનું નામ નહીં લ્યો. તો કહેશે નાસ્તિક છે
જો ભગવાનનું સ્મરણ કરશો.
તો કેહેશે ભક્તિ ની પૂછડી થઈ ગયો છે.
"મિત્રો જ્યારે વખાણ કરવાના હોય ત્યારે
બધાની જીભ તાળવે ચોટી જાય છે પણ વાત
નિંદા કરવાની હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે"
લી. ચૌહાણ સુરજબા "આર્ય "