વરસાદ અને નક્ષત્રો✍
પહેલો વરસાદ કૃતિકા નક્ષત્રમાં પડે તો વર્ષ ક૨વરું એટલે કે ઓછી વર્ષાવાળું જાય છે,
જ્યારે નક્ષત્ર જો રોહિણી હોય તો ખેતરોમાં સારુંધાન્ય પાકે છે.
બીજી તરફ મૃગશીર્ષ નક્ષત્રમાં મેઘ ગાજે તો દુકાળ પડવો નક્કી સમજો.
શ્રાવણ માસની સાતમે સૂર્ય (સૂર) ૨ખે સ્વાતિ નક્ષત્રમાં હોય તો ઘર પર્વતીય ઊંચાણે હોવું ઉત્તમ, કારણ કે ગામ છેક પાદર સુધી જળબંબોળ થાય.
અશ્વિની નક્ષત્રમાં વરસાદ પડે ત્યારે અન્નનો નાશ થાય
અને રેવતીમાં પડે તો પાણીની આશા
રાખવી નહિ.
ભરણી નક્ષત્રમાં પડેલો વરસાદ ઘાસનો નાશ કરે,
છતાં એટલું ખરું કે કૃતિકા નક્ષત્ર ન વરસે તો જ આવાં બધાં ખરાબ ફળો મળે છે. માનો કે કૃતિકામાં છાટાં થાય તો અશ્વિની, રેવતી અને ભરણી એ ત્રણેય નક્ષત્રોના દોષ મટી જાય છેં
આજ નુ આધુનિક સાયન્સ આ વાત ને ભલે સમર્થન ન આપે પણ ઈસુ ની ૧૨મી સદી માં જ્યારે વિજ્ઞાન નો જન્મ પણ નહોતો થયો ત્યારે ભડલી દ્વારા લખાયેલા આ વાક્યો આજે પણ 101% સાચા પડે છે.