વાચક મિત્રો તમે પણ ક્યાંક ને ક્યાંક તો વાચ્યું જ હશે કે
"દિકરી એટલે સાપનો ભારો" આવુ લખાણ જુવે એટલે આજના સમયના લોકો તરત કમેન્ટ કરે કે
"દિકરી એટલે તુલસી નો ક્યારો "
પણ મિત્રો તમે ધ્યાનથી ઉંડાણ પૂર્વક વિચારો કે જેને પણ આ લખ્યું હશે એની સ્થિતિ શુ રહી હશે. આવા હ્દય વેધક શબ્દો એમને એમ તો લખવામાં નહિ આવ્યું હોય કંઈક તો કારણ હશે.જેને પણ લખ્યું હોય પોતે ફીલ પણ કર્યું હશે લાંગણી ને.
ભગવાન રામ સીતા માતા માટે રાવણ સાથે લળ્યા અતિઉત્તમ છે. પણ રાવણે સીતા હરણ કર્યું આ વાત દિલ દુભાવે છે.
દાનવોના ગુરુ શુક્રચાર્યની દિકરી સાથે પણ બળાત્કાર થયો હતો. જે એની પાસે અભ્યાસ કરતો રાજા દ્વારા કરવામાં આવ્યું હતું.ગુરુ બ્રહસ્પતિની પત્નીનું ચંદ્ર અપહરણ કરી ગયો હતો અને એના દ્વારા બુધ નો જન્મ થયો એટલે બુધ બ્રહસ્પતિની પત્ની અને ચંદ્ર નો પુત્ર છે એટલે બુધ અને ગુરુ વચ્ચે શત્રુતા છે.
અહલ્યા સાથે પણ છળકપટ થયું હતું. શકુંતલા ને પણ દુષ્યન્ત જંગલમાં એકલી મૂકીને જતો રહ્યો હતો જેનાં દિકરા ભરત ના નામ પરથી ભારત નામ પડ્યું છે.. દ્રૌપદીના ભરી સભામાં ચીર હરણ થયું હતું.સીતાનું હરણ થયું. સતયુગ થી લઈને ત્રેતાયુગ કહો કે દ્વાપર થી લઈને કળિયુગ કહો ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ સાથે અન્યાય થયું છે.
ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન શિવ એ સ્ત્રીઓ નું સ્વમાન કર્યું છે. અને જ્યારે જ્યારે સ્ત્રીઓ નું અપમાન થયું છે ત્યારે ભગવાન ને ધરતી પર અવતાર ધારણ કર્યું છે. અને મહાભારત, અને રામાયણ થઇ છે. સ્ત્રી ના હોત તો કદાચ કોઈ ઇતિહાસ ના હોત રામાયણ મહાભારત ના હોત.મિત્રો દિકરી તુલસી નો ક્યારો છે એ વાત માં કોઈ સક નથી પણ એના પોતાના પરિવાર માટે. દિકરીને સાચવવી બહુ મુશ્કેલ છે યુગ ગમે તે હોય લોકોની નિયત નો કોઈ ભરોશો નહિ. સાપનો ભારો તમે સાથે લઈને ફરો તો એ ક્યારે દસ દે એનો કોઈ ભરોસો નહિ એનો મતલબ એ છે કે દિકરીને જમાનાની ખરાબ નજર થી બચાવવી બહુ અઘરું કામ છે.
તમારી દિકરી સો ટકા સારી હશે તોય લોકો વાતો કરવાના જ કારણ
"કસોટી સોનાની હોય પિતળ ની નહિ "સ્ત્રીના મન ની વાત ને દેવતાં પણ નથી સમજી શક્યા તો મનુષ્ય શુ સમજી શકે. સ્ત્રીને સમજવી બહુ અઘરી છે. પુરુષોને સ્ત્રી સમજમાં ના ave એટલે એવું કહે સ્ત્રીની બુદ્ધિ પગની પાની માં છે. એનો એવો મતલબ એવો બિલકુલ નથી હો કે સ્ત્રીને મગજ નથી. પણ એનું કારણ એ છે કે સ્ત્રી કોઈ કામ કર્યા પહેલા વિચારે છે અને પુરુષ કામ કર્યા પછી વિચારે છે. સ્ત્રીની બુદ્ધિ પગની પાની માં એનું અર્થ એ છે કે હર એક પગલું ભર્યા પહેલા વિચારે છે.તમે જોયું હશે કે માતાજીઓ ના મંદિર ડુંગરા ઉપર છે અને ભગવાન શિવના મંદિર કે શિવલિંગ નદી કિનારે છે.અથવા દરિયા કિનારે છે કારણ કે જ્યાં સક્રિય જ્વાળા મુખી હોય ત્યાં ભગવાન શિવ મંદિર છે અને જ્યાં નિષ્ક્રિય જ્વાળા મુખી હોય ત્યાં ડુંગરા પર દેવીઓ બિરાજમાન છે. આમાં એક અપવાદ છે કૈલાશ પર્વત પર ભગવાન શિવ છે કારણ કે કૈલાશ પર્વત નીચે સક્રિય જ્વાળામુખી છે. જો નિષ્ક્રિય જ્વાળામુખી હોત તો ત્યાં પણ આદ્યશક્તિ નું મંદિર હોત.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Women