પ્રકૃતિના ભાવ, પ્રભાવ ને સ્વભાવનો સમૂળગો સ્પષ્ટ, સરળ ને સહજ આકાર છે સ્ત્રી,
ખળ ખળ વહેતા હોય વહેણ કે, કોતરોમાં છૂપા જળપ્રવાહના પ્રભાવનો ભાવ છે સ્ત્રી.
સમૂળગું સમેટતી, સતત રત રહી નદી માફક ખારા સમુંદરમાં ભળવાનો અણસાર છે સ્ત્રી.
વસંતઋતુમાં ખીલેલા નયનરમ્ય દૃશ્ય જ્યમ આંખને ઠારનાર સ્વરૂપ હોય, સમયકાળે સુરક્ષા કાજે રોદ્ર પ્રતિભાવ છે સ્ત્રી.
સોમ્ય છે, ચંચળ છતાંય શાંત ને મૃદુ લાગણીના સ્ત્રોતનો અવિરત સંચાર છે સ્ત્રી,
સંસાર ચક્રમાં પંચતત્વોની પ્રતિકૃતિ રૂપ પ્રવૃત્ત હૂંફના પ્રવાહનો આધાર છે સ્ત્રી.
લાગણીના સરળ જળ પ્રવાહમાં વમળ આડે કો ચડે, તો...
#Women